ગુજરાત

gujarat

Bihar Ministers Portfolios : બિહારમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી, સીએમના મંત્રીમંડળમાં 21 નવા પ્રધાન

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 3:57 PM IST

બિહારમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે મંત્રીઓમાં વિવિધ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. કેબિનેટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી 12 અને જનતા દળ યુનાઈટેડમાંથી 9 નવા પ્રધાન બનાવવામાં આવ્યા છે. જાણો સંપૂર્ણ વિગત

બિહારમાં મંત્રીમંડળના વિસ્તરણ
બિહારમાં મંત્રીમંડળના વિસ્તરણ

બિહાર :મુખ્યપ્રધાન નીતિશ કુમારે તમામ મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરી દીધી છે. નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીને નાણાં અને વાણિજ્ય કર વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. વિજય કુમાર સિન્હાને માર્ગ નિર્માણ, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર અને કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વિજય કુમાર ચૌધરીને જળ સંસાધન અને સંસદીય બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા છે.

મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી : બિજેન્દ્ર પ્રસાદ યાદવને ઉર્જા તેમજ આયોજન અને વિકાસ વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા છે. પ્રેમ કુમારને સહકારિતા સાથે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન વિભાગના પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ વિભાગ મળ્યો છે. સંતોષ કુમાર સુમનને માહિતી પ્રૌદ્યોગિકી અને લઘુ જળ સંસાધન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

આરોગ્ય અને કૃષિ વિભાગ કોને મળ્યો ?સુમિત કુમાર સિંહને સાયન્સ ટેક્નોલોજી, રેણુ દેવીને એનિમલ અને ફિશરીઝ રિસોર્સ ડિપાર્ટમેન્ટ મળ્યો છે. મંગલ પાંડેને આરોગ્ય અને કૃષિ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. નીરજ કુમાર બબલુને પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ, અશોક ચૌધરીને ગ્રામીણ બાબતોનો વિભાગ, લેસી સિંહને ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગ અને મદન સહનીને સમાજ કલ્યાણ વિભાગ મળ્યો છે. જનક રામને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગની જવાબદારી મળી છે. હરિ સાહનીને પછાત વર્ગ અને અતિ પછાત વર્ગ કલ્યાણ વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા છે.

કાયદા વિભાગના પ્રધાન દિલીપકુમાર :નીતિશ મિશ્રાને ઉદ્યોગ અને પ્રવાસન વિભાગની જવાબદારી મળી છે. આ વખતે નીતિન નવીનને શહેરી વિકાસ અને શહેરી આવાસ તેમજ કાયદા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. દિલીપ કુમાર જાયસવાલને મહેસૂલ અને જમીન સુધારણા પ્રધાન બનાવવામાં આવ્યા છે. મહેશ્વર હજારીને માહિતી અને જનસંપર્ક વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે શીલા કુમારીને પરિવહન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

બિહારમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી

સુરેન્દ્ર મહેતા બન્યા રમતગમત પ્રધાન :કૃષ્ણનંદન પાસવાનને શેરડી ઉદ્યોગ વિભાગની જવાબદારી મળી છે. જયંત રાજને મકાન નિર્માણની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જમા ખાનને ફરી એકવાર લઘુમતી કલ્યાણ અને રત્નેશ સદાને મદ્ય પ્રતિબંધ, ઉત્પાદ અને નોંધણી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. કેદાર પ્રસાદ ગુપ્તાને પંચાયતી રાજ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. સુરેન્દ્ર મહેતાને રમતગમત વિભાગ અને સંતોષ કુમાર સિંહને શ્રમ સંસાધન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

મંત્રીમંડળમાં 21 નવા પ્રધાન : નીતીશકુમારની કેબિનેટનું શુક્રવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી 12 અને જનતા દળ યુનાઈટેડમાંથી 9 નવા પ્રધાન બનાવવામાં આવ્યા છે. અગાઉ 28 જાન્યુઆરીએ જ્યારે નીતિશકુમારે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેમની સાથે ભાજપના ત્રણ ધારાસભ્ય, JDU ના ત્રણ, હિન્દુસ્તાની અવમ મોરચાના એક અને એક અપક્ષ ધારાસભ્યએ મંત્રી તરીકે શપથ લીધા હતા. આમ હવે મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે.

  1. PM Modi Bihar: બિહારના ઔરંગાબાદમાં બોલ્યાં પીએમ મોદી, કહ્યું 'બિહારનો વિકાસ મોદીની ગેરંટી'
  2. Floor Test: ભારતીય રાજકારણમાં ફ્લોર ટેસ્ટના આરંભ, અગત્યતા અને આવશ્યક્તા વિશે જાણો વિગતવાર

ABOUT THE AUTHOR

...view details