ગુજરાત

gujarat

મદરેસાના નામે 93 માસૂમના ભવિષ્ય અંધકારમય થતા બચ્યા, બાળકોએ કહ્યું-અમને મદરેસામાં ભણવા નથી દેતા, જાનવરોની જેમ રાખ્યા... - Human trafficking

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 1:06 PM IST

અયોધ્યામાંથી મળેલા 93 બાળકોની દર્દનાક કહાની સામે આવી છે. બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય ડો. શુચિતા ચતુર્વેદીને જ્યારે બાળકોએ રડતા રડતા પોતાની વ્યથા સંભળાવી ત્યારે અધિકારીઓનું પણ દિલ દ્રવી ઉઠ્યું હતું.. મૌલવી આ બાળકોને બિહારથી દેવબંદ લઈ જતા હતા. તમામ બાળકો બિહારના અરરિયાના રહેવાસી છે.

મદરેસાના નામે 93 માસૂમના ભવિષ્ય અંધકારમય થતા બચ્યા
મદરેસાના નામે 93 માસૂમના ભવિષ્ય અંધકારમય થતા બચ્યા

ઉત્તર પ્રદેશ :બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં સભ્ય શુચિતા ચતુર્વેદી જ્યારે રાજધાનીના સરકારી બાળ ગૃહમાં પહોંચ્યાં, તો 6 થી 14 વર્ષની વયના બાળકો તેમની સામે રડવા લાગ્યાં. એક બાળકે કહ્યું કે મારે મદરેસામાં નથી ભણવું, મારે ડોક્ટર બનવું છે. મદરેસામાંથી કોઈ ડોક્ટર બની શકતું નથી. આ બાળકો બિહારના અરરિયા અને પૂર્ણિયાના રહેવાસી છે. ગયા શુક્રવારે મૌલવી તેમને ડબલ ડેકર બસમાં સહારનપુરના દેવબંદ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન માનવ તસ્કરીની શંકાના આધારે પોલીસે બાળકોને બસમાંથી ઉતારીને બાળ ગૃહમાં મોકલી દીધા હતા. હાલમાં અહીં 93 ​​બાળકો આશ્રિત છે.

મદરેસામાં માસૂમોની કરુણ સ્થિતિ :રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય ડો. શુચિતા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, દેવબંદના મદારુલ ઉલૂમ રફીકિયા અને દારે અરકમ આ બે મદરેસાઓમાં બાળકોને લઈ જવામાં આવી રહ્યા હતા. આ મદરેસા રજીસ્ટર્ડ નથી. આ મદરેસાના સંચાલકો બાળકોને અનાથ તરીકે બતાવીને ફંડ મેળવતા હતા. તેઓ મોટાભાગે બિહારના બાળકોને તેમના પરિવારમાંથી શિક્ષણ આપવાના નામે લાવતા હતા અને પછી નાના મદરેસામાં પ્રાણીઓની જેમ રાખતા હતાં.

વ્યથા જણાવતા બાળકો રડી પડ્યા :ડો. શુચિતા ચતુર્વેદીએ જણાવ્યું કે, અયોધ્યાથી બચાવેલા બાળકો પોતાના દુઃખ જણાવતા રડી પડ્યા હતાં. બાળકોનું કહેવું છે કે, તેમના માતાપિતા પાસેથી તેમને શિક્ષણ આપવાના નામે લાવ્યા હતા. મૌલવીઓએ પરિવારના સભ્યો પાસેથી લખાવ્યું કે, જો બાળકોનું મૃત્યુ થશે તો તેઓ જવાબદાર રહેશે નહીં. આ સિવાય બીમારીના કિસ્સામાં પરિવારના સભ્યો પૈસા મોકલે ત્યારે જ દવાઓ આપવામાં આવતી હતી.

શિક્ષણ આપવાના નામે છેતરપિંડી :ડો. શુચિતાએ જણાવ્યું કે, આ બાળકોમાં કેટલાક ભાઈબહેન પણ છે અને તે બધા સરકારી શાળામાં ભણતા હતાં. આ દરમિયાન, મદારુલ ઉલૂમ રફીકિયા અને દારે અરકમ મરદસોના મૌલવીઓ તેના ગામ પહોંચ્યા અને તેમના પરિવારના સભ્યોને ફોસલાવી બાળકોને પોતાની સાથે લઈ આવ્યા હતાં.

  1. Junagadh Crime: માંગરોળના મોલાનાએ માસુમ વિદ્યાર્થીઓ પર બગાડી નજર, પોલીસે કરી અટકાયત
  2. Uttarakhand News: રાજ્યની 117 મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ શીખવવામાં આવશે- વકફ બોર્ડ

ABOUT THE AUTHOR

...view details