ગુજરાત

gujarat

75th Republic Day 2024: આજે દેશનો 75મો ગણતંત્ર દિવસ, કર્તવ્ય પથ પર દેખાશે ભારતનું શૌર્ય

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 7:17 AM IST

Updated : Jan 30, 2024, 4:35 PM IST

આજે સમગ્ર દેશમાં 75માં ગણતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, આ અવસરે આજે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન ભારતની સૈન્ય શક્તિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન જોવા મળશે. મહિલા શક્તિ અને દેશના લોકતાંત્રિક મૂલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં છે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં 75માં ગણતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ અવસરે આજે કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન ભારતની વધતી સૈન્ય શક્તિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન જોવા મળશે. મહિલા શક્તિ અને દેશના લોકતાંત્રિક મૂલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં છે. દેશભરમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી: 2024નો ગણતંત્ર દિવસ ઘણી રીતે અલગ હશે. આ વખતે કર્તવ્ય પથ પર વિવિધતાની ઝલક સાથે દેશના શૌર્યની ઝલક પણ જોવા મળશે.

ભવ્ય પરેડ: ગણતંત્ર દિવસની પરેડ સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે 90 પેટન્ટ ધારકોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. બીજી તરફ ગણતંત્ર પર્વને લઈને સમગ્ર રાજધાનીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે 70 હજાર જેટલાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષની પરેડના સાક્ષી બનવા માટે આવેલા લગભગ 77,000 આમંત્રિતોની સુરક્ષા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે.

આજના દિવસે બંધારણ આવ્યું હતું અમલમાં: આજના દિવસે જ એટલે કે 26મી જાન્યુઆરી 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત એક ગણરાજ્ય બન્યું હતું. 26મી જાન્યુઆરીની ઉજવણીની વાત કરીએ તો સમારોહની શરૂઆતમાં સૌથી પહેલા વડાપ્રધાન દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ પર અમર જવાનોને પુષ્પ અર્પિત કરીને વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપે છે અને ત્યાર બાદ ભારતના રાષ્ટ્રપતિ ધ્વજારોહણ કરે છે. ત્યારે વાયુસેના, થલસેના અને નૌસેના એમ ભારતની ત્રણેય સંરક્ષણ પાંખ આઝાદીમાં શહીદ થયેલા સૈનિકોને 21 તોપોની સલામી આપે છે. અને ત્યાર બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. ત્યાર બાદ વીર ચક્ર, પરમવીર ચક્ર, અશોક ચક્ર, મહાવીર ચક્ર અને કીર્તિ ચક્ર સહિત અન્ય એવોર્ડના વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિને સલામી આપીને પરેડ શરૂ થાય છે, જેમાં તોપો, મિસાઈલ, હથિયાર જેવી દેશની શૌર્ય શક્તિ દર્શાવવામાં આવે છે.

President Medal: 1132 જવાનોને વીરતા પુરસ્કારની જાહેરાત, ગુજરાતના બે પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય પુરસ્કાર

Padma Award 2024: પદ્મ એવોર્ડ 2024ની જાહેરાત, જુઓ કોના નામ છે યાદીમાં

Last Updated :Jan 30, 2024, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details