ગુજરાત

gujarat

Modi Cabinet: મોદી મંત્રીમંડળે ભારતીય રેલવેમાં 6 મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, 3 કરોડ રોજગારી સર્જનનો દાવો

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 8:51 AM IST

મોદી સરકારે દેશની જીવાદોરી ગણાતી ભારતીય રેલવેને વધુ વેંગવતી અને તેના થકી રોજગારીસર્જન કરવા માટેનો એક મહા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. મોદી મંત્રીમંડળે રેલવેમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ભારતીય રેલવેમાં 6 મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, આ પ્રોજેક્ટ થકી 3 કરોડ લોકોને રોજગારી મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

મોદી મંત્રીમંડળે ભારતીય રેલવેમાં 6 મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી
મોદી મંત્રીમંડળે ભારતીય રેલવેમાં 6 મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી

નવી દિલ્હી: મંત્રીમંડળે રેલવેમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ભારતીય રેલવેમાં 6 મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, આ પ્રોજેક્ટ્સથી વિભાગોની હાલની લાઇન ક્ષમતામાં વધારો થશે, જેના કારણે ટ્રેનનું સંચાલન સરળ બનશે અને સમયપાલનમાં સુધારો થશે તેમજ વેગન નો સમય બદલાઈ જશે આ ઉપરાંત ગીચતા ઘટાડવાની અને રેલવે ટ્રાફિકમાં વધારો કરવાની સુવિધા આપશે. આ પ્રોજેક્ટ થકી દરમિયાન આશરે 3 (ત્રણ) કરોડ સીધી રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટનો નાણાકીય ખર્ચ રૂ. 12,343 કરોડ થશે, જે વર્ષ 2029-30 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રેલવે મંત્રાલયની 6 પરિયોજનાઓને મંજૂરી આપી હતી, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 12,343 કરોડ હશે. જેમાં કેન્દ્ર સરકાર પાસેથી 100 ટકા ભંડોળ મળશે. મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે. જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને ખૂબ જ જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે.

આ વિવિધ પ્રોજેક્ટ પીએમ નરેન્દ્ર મોદીનાં નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારનાં લોકોને તેમનાં રોજગાર/સ્વરોજગારીની તકોમાં વધારો કરવા માટે વિસ્તૃત વિકાસનાં માધ્યમથી 'સ્વચ્છ' બનાવશે. 6 રાજ્યોના 18 જિલ્લાઓ એટલે કે રાજસ્થાન, આસામ, તેલંગાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને નાગાલેન્ડને આવરી લેતી આ 6 પરિયોજનાઓથી ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં 1020 કિલોમીટરનો વધારો થશે અને તેનાથી 3 કરોડ માનવદિવસની રોજગારી મળશે.

આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતી શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ ઉપરાંત અનાજ, ખાદ્ય, ચીજવસ્તુઓ, ખાતર, કોલસો, સિમેન્ટ, આયર્ન, સ્ટીલ, ફ્લાય-એશ, ક્લિંકર, લાઈમસ્ટોન, પીઓએલ, કન્ટેનર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાના કાર્યોને પરિણામે વધારાના નૂર ટ્રાફિકમાં પરિણમશે. રેલ્વે પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા કાર્યક્ષમ વાહનવ્યવહારનું માધ્યમ હોવાથી, આબોહવા લક્ષ્યોને હાંસલ કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડવામાં, તેલની આયાત ઘટાડવા અને CO2 ઉત્સર્જન ઘટાડવા બંનેમાં મદદ કરશે.

  1. White Paper: UPAના ગેરવહીવટ પર નાણામંત્રીએ લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું, જાણો શું કહ્યું
  2. UCC-2024: ઉત્તરાખંડમાં લગ્ન ફક્ત પુરુષ અને સ્ત્રી વચ્ચે જ થઈ શકે છે, સમલૈંગિક લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ-સીએમ ધામી

ABOUT THE AUTHOR

...view details