SMC વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આવી ઘટના અટકાવવા જરૂરી પગલા લેવા કર્યું સૂચન
સુરત : શહેરના મોટા વરાછા અબ્રાહમ નજીક સિલ્વાસા પેટેદાઈઝમમાં એક નવનિર્માણ બિલ્ડીંગની એક દિવાલ ઘસી પડી હતી. જેમાં 4 મજૂરના મોત થયા છે, જ્યારે 2 મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે SMCના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આવી ઘટના શહેરમાં વારંવાર બનતી હોય, ત્યારે તંત્રની બેદરકારી સામે આવે છે. તંત્ર દ્વારા દરકાર લઇને આવી ઘટના બનતી અટકાવવા પગલા લેવા જોઇએ. સુરત મેયર 4 કલાક બાદ ઘટના સ્થળે પહોંચવા બાબતે ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, જો શહેરના પ્રથમ નાગરિક ઘટના સ્થળે મોડા પહોંચે એ દુ:ખદ બાબત છે.
Last Updated : Mar 24, 2021, 3:25 PM IST