પાર્ટી પ્લોટમાં તલવાર રાસ, ટીમ, ટેલેન્ટ અને ટ્રેડિશનનો ત્રિવેણી સંગમ

By

Published : Oct 2, 2022, 6:37 PM IST

thumbnail

અધ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના 9 દિવસ (Gujarat Navratri Celebration 2022) દરમિયાન ખેલૈયાઓ અવનવી રીતે અવનવા વસ્ત્રો અને રંગ રૂપ સાથે સજી ધજીને ગરબા કરતા જોવા મળ્યા હતા. ગરબે ઘૂમવાનો આનંદ (Patan Talwar Raas 2022) મળી રહ્યા છે પાટણના ખોડાબા હોલમાં આયોજિત ગરબા મહોત્સવમાં મહિલાઓએ તલવાર રાજ સાથે ગરબે રમતા આકર્ષણનું કેન્દ્ર (Patan Party plot Garba) બની હતી. હેરીટેઝ ગરબા નાઈટમાં ખેલૈયાઓ ઓરકેસ્ટ્રાના તાલે ગરબે રમ્યા છે. પાર્ટી પ્લોટમાં ગરબાની રંગત જામી હતી. આધુનિક ગરબામાં પણ દેશી ગરબાએ ઓળખ જાળવી રાખી છે. જીવદયા પરિવાર દ્વારા આયોજિત  હેરિટેજ ગરબામાં નાઈટમાં ખેલૈયાઓ ઉત્સાહભેર હિન્દી અને ગુજરાતી ગીતો ઉપર ઓરકેસ્ટ્રાના  તાલે ગરબા ની રમઝટ જમાવી હતી. પ્રથમવાર રાજપૂત સમાજની થીમ પર હાથમાં તલવારો સાથે મહિલાઓનું ગ્રુપ આગવા જ અંદાજમાં નવરાત્રિના ગરબે રમવા મેદાનમાં આવતા સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અહીં મહિલાઓના આ ગ્રુપે તલવાર બાજીની સ્ટાઈલમાં તલવારો હાથમાં રાખીને ગરબે રમીને સૌને ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત રબારી સમાજની બહેનો તેમના અસલ ભાતીગળ દેશી પહેરવેશમાં સજ થઈ ગરબે રમતા જોવા મળી હતી. આધુનિક સ્ટાઇલ ના ગરબા માં દેશી પદ્ધતિથી રમાતા ગરબાએ આજે પણ તેની ઓળખ બનાવી રાખી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.