મોરબીમાં મેઘરાજા મહેરબાન, ખેડૂતોમાં ખુશીની લહેર

By

Published : Jul 6, 2020, 7:43 PM IST

thumbnail

મોરબીઃ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. ગતરાત્રીથી સમગ્ર જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદની વાત કરીએ તો, મોરબીમાં 18 mm, વાંકાનેર 16 mm, હળવદ 13 mm, ટંકારા 43 mm અને માળિયામાં 16 mm વરસાદ નોંધાયો હતો. સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટંકારામાં ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.