તહેવારોની સિઝનને લઈને 'ફૂલ માર્કેટ'માં ગ્રાહકો ખરીદી કરવા ઉમટ્યા...
અમદાવાદ : કોરોના કાળ બાદ વિવિધ પ્રકારના માર્કેટ ફરી ધમધમતા થયા છે. નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારોમાં ફૂલ બજારમાં પણ ગ્રાહકી જોવા મળી રહી છે. ગ્રાહકો હવે ફૂલો ખરીદવા સીધા જ ફૂલ બજારમાં આવે છે. ફૂલોમાં અત્યારે ગુલાબ અને સેવંતીની માંગ વધુ છે. વધુ વરસાદને કારણે ગલગોટાના પાકને નુકસાન થયું છે. જ્યારે ગુલાબના કિલોના ભાવ 400-500 રૂપિયા ચાલી રહ્યા છે. મધ્ય પ્રદેશથી ગલગોટાની આવક વધુ છે. અન્ય ફૂલો પૂના અને દિલ્હીથી આવી રહ્યા છે. વિદેશી ફૂલોમાં ઝરબેરા,કારનેરા, સન ફ્લાવર, ડચ રોઝ વગેરે મળે છે. આગામી સમયમાં દિવાળીમાં સારા ભાવ અને ગ્રાહકોની આશા વેપારીઓ સેવી રહ્યા છે.