નડિયાદ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન

By

Published : Jun 17, 2020, 7:06 PM IST

thumbnail

ખેડાઃ નડિયાદ ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જે ભાવ વધારાના વિરોધમાં બુધવારે કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે નડીયાદમાં સરદાર પટેલનાં સ્ટેચ્યુ પાસે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને ભાવ વધારા વિરોધી બેનર પ્રદર્શિત કરી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તો પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો પાછો ખેંચવા પણ માગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય તેમજ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.