આ જમ્મુ-કાશ્મીર કે હિમાચલ નથી, આ રાજકોટ છે... રસ્તા ઉપર બરફના થર જોઈને લોકો થયાં ઘેલા

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 11:35 AM IST

Updated : Nov 26, 2023, 11:40 AM IST

thumbnail

Intro:Body:

રાજકોટ શહેરમાં કરા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે અનેક વિસ્તારમાં મોટાપ્રમાણમાં કરા પડયા છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણી પાણી કરી નાખ્યાં છે. ખાસ તો શહેરના કુવાડવા, ગોંડલ ચોકડી, શાપર વેરાવળ, સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જોકે, શહેરના કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ સાથે ભારે કરા પણ પડ્યાં છે. એમાં પણ કુવાડવા રોડ પર પડેલા કરાએ લોકોમાં અને ખાસ કરીને વાહનચાલકોમાં ભારે કુતૂહલ જગાવ્યું હતું, અહીંથી પસાર થતાં કેટલાંક વાહન ચાલકોએ પોતાના વાહન થોભાવીને રસ્તા પર જમા થયેલા બરફનો આનંદ માણ્યો હતો. આટલી ભારે માત્રામાં કરાને જોઈને જાણે આ વિસ્તાર કાશ્મીરનો કોઈ વિસ્તારો હોય તેમ લાગતું હતું. રોડની સાઈડમાં રીતસર બરફના થર જામી ગયાં હતા અને લોકઓ આ કરા રૂપી બરફનો ભરપુર આનંદ માણ્યો હતો.

  1. જુનાગઢ ન્યૂઝ: ગાજવીજ સાથે જુનાગઢમાં ખાબક્યો કમોસમી વરસાદ, રોડ-રસ્તા પાણી પાણી, જુઓ વીડિયો
  2. આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20, આજે ભારે વરસાદ થયો છે
Last Updated : Nov 26, 2023, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.