ફરી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પાકને લઈને ભીતિ

By

Published : Oct 8, 2022, 8:10 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

નવસારી શહેરમાં ફરી વાતાવરણમાં પલટો (Rain in Navsari) જોવા મળ્યો હતો. સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે ખેડૂતોને ડાંગર, શેરડી અને ચીકુ પકવતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. શહેરમાં ધોધમાર વરસાદ પગલે મંકોડીયા સ્ટેશન રોડ અને ડેપો વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અચાનક પવન સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર નવસારી શહેરમાં ઠંડક પ્રસરી હતી. શહેરના લુંસીકુઈ વિસ્તાર સાંજે સ્વાદ રસિયાઓથી ભરચક રહેતો તે ભારે વરસાદ વરસતા આ જગ્યા ખાલી (Rain Forecast in Gujarat) ખમ જોવા મળી હતી. તો આગામી સીઝનમાં ચીકુનો પાક તૈયાર થતો હોય આ વરસાદને કારણે ચીકુના પાકમાં પણ વ્યાપક નુકસાનની ભીતિ સર્જાઈ છે. (Gujarat rainfall update)

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.