મહેસાણા બેઠક પર નીતિન પટેલએ દાવેદારી નોંધાવી

By

Published : Nov 4, 2022, 5:27 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

મહેસાણા વિધાનસભાની સેન્સ પક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Nitin Patel) સામે 24 લોકોના બાયોડેટા આ પૈકીના કેટલાક ભાજપના પ્રાથમિક સભ્ય પણ નહીં હોવાની વિગત સામે આવી છે. નીતિન પટેલ સામે ભાજપના બીજા જૂથની સ્ટ્રેટેજીના ભાગરૂપે બાયોડેટા અપાયા હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. વધુ લોકોને દાવેદાર બતાવવા બાયોડેટા આપવાની હતી સ્ટ્રેટેજી. મહેસાણા વિધાનસભાની સેન્સ પક્રિયામાં મહેસાણામાં ચાલતો જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે. ભાજપને આ જૂથવાદ કેટલું નુકશાન કરે છે એતો આવનારો સમય જ બતાવશે. આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને પગલે ગુજરાત ભરની 182 બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લા ખાતે પણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં કમલમ ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન અનેક બેઠકો માટે વર્તમાન ધારાસભ્યથી લઈ પક્ષના આગળ પડતાં નેતાઓ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે . જોકે મહેસાણા વિધાનસભા બેઠક પર નીતિન પટેલ કે જેઓ છેલ્લા દસ વર્ષથી આ બેઠક પર ધારાસભ્ય રહ્યા છે. સરકારમાં કેબિનેટ પ્રધાન રહ્યા છે તો ગત ટર્મમાં તેઓ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. પરંતુ આ વખતે નીતિન પટેલ માટે મહેસાણા વિધાનસભા (Assembly Election 2022) બેઠકની ટિકિટ મેળવવા માટે દાવેદારી કરવામાં આવી છે. જેમની સાથે અનેક નેતાઓ દ્વારા આ બેઠકને પસંદ કરી દાવેદારી નોંધાવવામાં આવતા અનેક તર્ક વિતરકો સર્જાયા છે

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.