વડલાના ઝાડ પર બનાવવામાં આવે છે માતાજીનો ગબ્બર

By

Published : Oct 6, 2022, 1:51 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ કાંસા ગામે છેલ્લા 51 વર્ષથી નવરાત્રી (Navratri in Mehsana) મહોત્સવ ઉજવાય રહ્યો છે. ગામના મહાકાળી પરામાં ઉજવાતા આ નવરાત્રી મહોત્સવમાં વટ વૃક્ષ એવા વડલાના ઝાડ પર ગબ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ગબ્બરના દર્શને આવે છે. અહીં આવતા દર્શનાર્થીઓને હકીકતમાં ગબ્બર (Navratri 2022 in Visnagar) પર ચડી અને માતાજીના દર્શન કરતા હોય તેવી અનુભૂતિ થાય છે. આ મહોત્સવમાં આયોજકો દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વેશભૂષાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં નાના બાળકોથી લઇ મોટા લોકો વિવિધ પાત્રોની રજૂઆત કરી સંસ્કૃતિ અને ધર્મનું પ્રદર્શન કરે છે. આમ અહીંનો નવરાત્રી મહોત્સવ ધર્મ ભક્તિ અને સંસ્કૃતિના દર્શન કરાવે છે. (Kansa village Vadla tree Gabbar)

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.