Jammu and Kashmir Landslide: રિયાસી જિલ્લામાં ભૂસ્ખલન, જુઓ વીડિયો
જમ્મુ-કાશ્મીરમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. આ દરમિયાન રિયાસી જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના બની છે. સામે આવેલી માહિતી પ્રમાણે રિયાસી જિલ્લાના બુધલ મહોર રોડ પર એક મોટો ભૂસ્ખલન થયો છે. આ ઘટના નજીકમાં હાજર એક સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નીચે વહેતી નદીમાં પહાડીનો એક ભાગ ડૂબી ગયો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
વાહન વ્યવહાર બંધ: જમ્મુના રિયાસીમાંથી ભૂસ્ખલનથી પર્વત કે જેમાં તિરાડ દેખાઈ રહી છે. ભૂસ્ખલન જોઈ આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. દૂર-દૂરથી લોકો દ્વારા મોબાઈલ પર કેપ્ચર કરાયેલા વીડિયોમાં જમીનનો મોટો હિસ્સો ડૂબતો જોવા મળ્યો હતો. આ ભૂસ્ખલનથી રસ્તા પરનો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. બુધલ મહોર રોડ પર ભારે ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.