Kulgam encounter : સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથાવત

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 12:00 PM IST

thumbnail

જમ્મુ-કાશ્મીર : બુધવારે સાંજે કુલગામના અડીગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આજે સતત બીજા દિવસે પણ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર યથાવત છે. આજે સવારે વધુ સુરક્ષા જવાનો અને વાહનોને વિસ્તારમાં બોલાવવામાં આવ્યા છે.

કુલગામના SP દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોલીસ અને આર્મીની સંયુક્ત ટીમે બાતમીના આધારે હદીગામ મોહનપુરા કુલગામમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળો જેવા શંકાસ્પદ સ્થાન પર પહોંચ્યા, ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો શરૂ કર્યો હતો. તેની સામે સુરક્ષા દળો પણ જવાબી હુમલો કર્યો હતો.

નોંધનીય છે કે, અગાઉ 22 ડિસેમ્બર 2023 ના રોજ જમ્મુના પુંછ વિસ્તારમાં આતંકવાદી હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા હતા. ત્યારબાદ ત્રણ નાગરિકોના કસ્ટડીમાં મોત થયાની પણ જાણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં 134 થી વધુ મૃત્યુ નોંધાયા હતા. જેમાં 87 થી વધુ આતંકવાદી, સુરક્ષા દળોના 33 જવાનો અને 12 થી વધુ નાગરિકોના મૃત્યુનો સમાવેશ થાય છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.