લખતરમાં ભાજપના ઉમેદવાર પી.કે.પરમારે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પર કર્યા આક્ષેપ

By

Published : Nov 28, 2022, 4:37 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

સુરેન્દ્રનગરના લખતર વિધાનસભાના ભાજપના ઉમેદવાર પી.કે. પરમારે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પર આક્ષેપ કર્યા છે. પી.કે. પરમાર એ પોતાના પ્રચાર દરમિયાન સ્થાનિક મહિલા મતદારના રોડ રસ્તાની ફરિયાદ અંગે ઉડાઉ જવાબ આપી કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે. દસાડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પી.કે. પરમાર ચૂંટણી પ્રચાર દરમિયાન ભાન ભૂલ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નૌશાદ સોલંકીને મત આપી વિજયી બનાવ્યા બાદ પણ સ્થાનિક વિસ્તારમાં રોડ રસ્તા ન બન્યા હોવાનું મહિલા મતદારને જણાવ્યું હતું. મત કોંગ્રેસને આપવો અને પ્રાથમિક સુવિધાઓ ભાજપના ઉમેદવાર પાસે માંગવી તેમ જણાવી પી.કે.પરમારએ પોતાને મત આપવા કર્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના દસાડા વિધાનસભાના ઉમેદવાર પી.કે. પરમારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં માહોલ ગરમાયો છે. Dasada Assembly Candidate Gujarat Assembly Election 2022 Dasada assembly seat

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.