રાજ્યના શિક્ષણ વિભાગે લીધો ઐતિહાસિક નિર્ણય, સંસ્કૃતમાં અભિરુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બનશે સંસ્કૃત શક્તિ ગુરુકુળ

By

Published : Oct 15, 2022, 10:46 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

ભાવનગર દેશમાં વૈદિક સનાતન સંસ્કૃતિના સંવર્ધન તથા ભારત વર્ષની ઐતિહાસિક ધરોહર મજબૂત કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સંસ્કૃત શક્તિ ગુરુકુળ શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ભારત દેશની પ્રાચીન અર્વાચીન ઓળખ એટલે આદી સનાતન ધર્મ. સમગ્ર વિશ્વમાં આગવી અને અનોખી ઓળખ પ્રાપ્ત કરી છે. સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાં અદ્યતન શિક્ષણ અને ભૌતિક સુવિધાઓથી સજ્જ આધુનિક તેમજ પરંપરાગત ગુરુકુળના સમન્વય ધરાવતા શૈક્ષણિક સંકુલો સામાજિક સહભાગિતા દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુળ શરૂ કરવામાં આવશે. સંસ્કૃતમાં અભિરુચિ ધરાવતા 3000 વિદ્યાર્થીઓ માટે વેદ પુરાણ ઉપનિષદ જ્યોતિષ આયુર્વેદ વાસ્તુશાસ્ત્ર જેવા શાસ્ત્રોના ઉત્તમ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. સંસ્કૃત માધ્યમમાં શિક્ષણના આયોજન અને સંચાલનમાં અભિરુચિ ધરાવતા સંસ્કૃત ગુરુકુળો માટે સ્વતંત્ર રીતે રોકાણ કરી શકે. તેવા ખાનગી વ્યક્તિઓ ટ્રસ્ટ દેવસ્થાન ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળના પ્રકલ્પોને પ્રોત્સાહિત કરાશે. પ્રોજેક્ટ પાર્ટનરનર્સ દ્વારા તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આવા ગુરૂકુળમાં છાત્રાલય યજ્ઞશાળા વૈદિક ગણિત ખગોળીય વિજ્ઞાન તેમજ જ્યોતિષ લેબોરેટરીની સુવિધાઓ ઉભી કરાશે. પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા તમામ શૈક્ષણિક તથા સપોર્ટીંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે પ્રથમ કક્ષા-ધોરણ 6 થી ઉત્તર મધ્યમાં ધોરણ-12 સુધીના સંસ્કૃત ગુરુકુળ સ્થાપવામાં આવશે પ્રત્યેક ગુરૂકુળમાં લઘુત્તમ 150 અને વધુમાં વધુ 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમાં પરંપરાગત વિષયો સાથે આધુનિક વિષયોનું પણ શિક્ષણ અપાશે જેમાં પ્રાચીન ગ્રંથો અને હસ્તપ્રતો ની જાળવણી માટે પણ જરૂરી પગલાં લેવામાં આવશે આ સહિત જરૂરી ઔપચારિકતા સાથે પ્રોત્સાહન અને પ્રધાન્યતા સરકાર આપશે.  Education Minister of Gujarat Historic decision by Education Department Gujarat Sanskrit Shakti Gurukul

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.