મતદાન પ્રક્રિયાના ઓફિસરની હાર્ટ એટેકની વાત થઈ વહેતી, તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા

By

Published : Dec 6, 2022, 10:05 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ અને બીજા તબક્કાની મતદાન (Second Phase Polling 2022) પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ગઈકાલે પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે મતદાન પ્રક્રિયા દરમિયાન જ પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી બુથ ના પોલિંગ અધિકારીને અચાનક જ તબિયત ખરાબ થઈ હતી અને ચૂંટણીની ફરજ દરમિયાન તેઓને હાર્ટ એટેક( polling officer Alali booth fell ill) આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેને લઈને ETV Bharat સાથે રાજ્યના મુખ્ય નાયબ ચૂંટણી નિર્વાચન અધિકારી કુલદીપ આર્યને પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં આર્યા એ જણાવ્યું હતું કે, ચૂંટણીની ફરજ દરમ્યાન રાકેશ ભાટિયા કે જે 49 વર્ષની ઉંમરના છે અને પૉલીગ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેઓને ચૂંટણીના મતદાન દરમિયાન સુગર ઓછું થઈ જવાના કારણે બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું અને તેઓ ત્યાં બેભાન થઈ ગયા હતા. પરંતુ 108 તાત્કાલિક ધોરણે બોલાવીને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેઓ અત્યારે એકદમ સ્વસ્થ હોવાની વિગતો પણ કુલદીપ આર્યએ આપી હતી. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.