નવસારી અને વલસાડને જોડતો ઔરંગા નદી પરનો પુલ ઊંચો બનનાવવા મંજૂરી

By

Published : Jul 25, 2022, 3:19 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

નવસારીઃ જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ લો લેવલ ગરગડીયા પુલ (Low Level Gagdia Bridge)વલસાડ અને નવસારી જિલ્લાન અનેક ગામોને જોડતો આ પુલ પરથી અનેક લોકોની અવરજવર થતી હોય છે. વલસાડ અને નવસારીને જોડતો આ લો લેવલ બ્રીજ વરસાદની (Rain in Gujarat )સિઝનમાં ઔરંગા નદીમાં (Auranga River)પાણીની આવક વધતા ડૂબી જતો હતો. આ પુલ પરથી પાણી પસાર થતા અનેક ગામો સંપર્ક વિહોણા બનતા હતા અને એ લોકોએ લાંબો ચકરાવો કરવો પડતો હતો. વરસાદી માહોલમાં આ બ્રિજ બંધ થતા લોકોએ 15 કિલોમીટર જેવો ચકરાવો કરવાનો વારો આવતો હતો. રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના બે હેઠળ હવે આ પુલ છ કરોડ રૂપિયાના ખર્ચે ઊંચો બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી 6 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગ્રામજનોની વર્ષોની માંગ હતી કે આ બ્રિજ ઊંચો બને કે જેથી લોકોને અવરજવરમાં રાહત મળે ગ્રામજનોની આ વર્ષો જૂની માંગને ધ્યાને લેતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.