ડભોઇ વિધાનસભા મત ક્ષેત્રના કોંગ્રેસના બાલકૃષ્ણભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી

By

Published : Nov 15, 2022, 5:25 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

ડભોઇ વિધાનસભા મત ક્ષેત્રના કોંગ્રેસના બાલકૃષ્ણભાઈ પટેલે (ઢોલારે) ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ અને નગરજનો હાજર રહ્યા હતા. ગત રાત્રે કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. જેમાં 140 ડભોઈ વિધાનસભા ઉપર બાલકૃષ્ણ પટેલ ( ઢોલાર ) નું નામ જાહેર કરાયું છે. જેથી ડભોઇના ઐતિહાસિક હિરાભાગોળમાં ગઢભવાની માતાના મંદિરેથી માતાજીના આશીર્વાદ મેળવી સમર્થકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વચ્ચે રેલી સ્વરૂપે નિકળી ઉમેદવારીપત્ર નોધાવી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. વિશાળ સંખ્યામાં સમર્થકોની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શનકાર્યકરોના સમર્થન અને માતાજીના આશીર્વાદ સાથે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી કોગ્રેસ તરફી માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરાયો હતો. રેલી ડભોઇના વિવિધ માર્ગો જેવા કે લાલ બજાર ,ભારત ટોકીઝ , ટાવર ચોક, સ્ટેશન રોડ ,વવડોદરીભાગોળ થઈ સેવાસદન પહોંચી હતી. આ સમગ્ર રેલીમાં સમર્થકોએ જીતના નારા લગાવ્યા હતા. નગરનાં માર્ગો ઉપર તિરંગી માહોલ સર્જાયો હતો. બાલકૃષ્ણ પટેલ તાજેતરમાં જ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયાં છે. ભૂતકાળમાં 2012 ની વિધાનસભાની ચૂંટણી તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વખતે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે મતદારો સાથેનો તેમનો આવકાર કેવો રહેશે અને મતદારો તેમને જંગી બહુમતીથી વિજય બનાવશે કે નહીં ? એ તો આવનારો સમય જ બતાવશે. Dabhoi assembly seat Gujarat Assembly Election 2022 Dabhoi Assembly Constituency

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.