આદિવાસી સમાજનો આક્રોશ, શાહના આગમન પહેલા નેશનલ હાઇવે ચક્કાજામ

By

Published : Oct 13, 2022, 3:56 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

નવસારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રચાર પ્રસાર કરવા માટે વિવિધ યાત્રાઓનું (Amit Shah visit Gujarat) આયોજન કરી રહી છે, ત્યારે કોંગ્રેસના ગઢ ગણાતા અને ધારાસભ્ય અનંત પટેલના ગામ ઉનાઈમાંથી અમિત શાહ મંદિરના દર્શન કરી આદિવાસી ગૌરવ અને ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ યાત્રા 14 જિલ્લાના 27 આદિવાસી બેઠક પરથી પસાર થઈને અંદાજે 5 જિલ્લાના 50000 કાર્યકરો આ યાત્રામાં જોડાશે. સમગ્ર યાત્રાને લઈને અને અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ છે. જેને લઈને આદિવાસી સમાજ દ્વારા વાંસદા ખાતે નેશનલ હાઇવે પર ચક્કાજામ (Unai Tribal community outcry) કરવામાં આવ્યો હતો. એને જોતા પોલીસ સતર્ક બની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વાંસદાથી ઉનાઈ માર્ગ પર બિલ્મોડા ચેક પોસ્ટ પર અમિત શાહની સભામાં આવતા (Gujarat Gaurav Yatra in Unai) દરેક વાહનોની તપાસ કરવામાં આવી હતી.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.