હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાનનો આક્ષેપ, પ્રિસાઇડિંગ ઓફિસરને જાણ કરાઇ

By

Published : Dec 5, 2022, 9:48 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

સાબરકાંઠા હિંમતનગરની મહિલા કોલેજમાં Himmatnagar Women College બોગસ મતદાનનો આક્ષેપ થયો હતો. મતદાન કર્યુ‌ ન હોવા છતાં યુવાનનું મતદાન થયાનું નિવેદન સામે આવ્યું હતું. મામલો છે કે સવગઢ વિસ્તારમાં રહેનાર યુવાન મતદાન કરવા ગયો તો તેનું મતદાન થઈ ગયું હતું. યુવાનના હાથ પર વિલોપ્ય શાહીનું નિશાન નથી ત્યારે બોગસ વોટિંગ થયું હોવાની સંભાવના સામે આવી છે.ત્રણથી ચાર લોકોનું વોટિંગ હિંમતનગરની મહિલા આર્ટસ કોલેજમાં બોગસ મતદાન થયા હોવાના આક્ષેપ સાથે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતને જાણ કરાઇ છે. ફારુખ મેમણ, નાઝીમ મેમણ અને ઝાકીર મેમણ જ્યારે મતદાન કરવા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પહોંચ્યા ત્યારે તેમના નામે અન્ય કોઈ વ્યક્તિએ મતદાન કર્યું હોવાનું Allegation of bogus voting in Himmatnagar ધ્યાને આવ્યું હતું. સ્થાનિક પ્રિસાઇડિંગ ઓફિસરે આ મામલે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો તેમ જ તમામનું મતદાન થઈ ગયું હોવાની વાત દોહરાવી હતી. આ મામલે મતદાન મથક ઉપરથી ચૂંટણી અધિકારીને જાણ કરાઈ હતી તેમજ આ મામલે મતદાનનો અબાધિત અધિકાર હોવાની વાત કરી મતદાન Gujarat Election 2022 Second Phase poll કરવા દેવા જણાવ્યું હતું. જોકે મતદાન ન લેવાયું હોવાનો આક્ષેપ કરાયો છે.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.