સમાજમાં દીકરીઓને આત્મનિર્ભર બનાવવા કેક સ્પર્ધાનું આયોજન

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 6:23 PM IST

thumbnail

અમદાવાદ : દીકરીઓ સમાજમાં પોતાના પગ પર આત્મનિર્ભર બને તે માટે એક ખાનગી બેકરી દ્વારા કેક સ્પર્ધાનું આયોજન કરાયું. જેમાં આશરે 40 સ્પર્ધકોએ ભાગ લીધો. આજના યુગમાં યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં પોતાના કાર્ય થકી પગભર બની રહી છે. તે દિશાના આ પ્રયાસમાં અમદાવાદના નિકોલ ખાતે આવેલી ખાનગી બેકરી દ્વારા દીકરીઓ, બહેનો માટે નિર્ધારિત સમયમાં કેક બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેક બનાવવાની સ્પર્ધામાં સામગ્રી આપી દસ મિનિટમાં કેક બનાવી તેને સજાવી રજૂ કરવાનું લક્ષ્ય ભાગ લેનાર સ્પર્ધકોને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેકરીના માલિક પૂનમબેન રાજપૂત અને જીતેન્દ્રસિંહ રાજપૂત સહિત પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ મહાનુભાવો દ્વારા કેક સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તમામ સ્પર્ધકોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું. આ કેક સ્પર્ધાના અંતે પ્રથમ નંબરે રેખાબેન રાજેશભાઇ, બીજા નંબરે દ્રષ્ટિ ધોળકિયા અને ત્રીજા નંબરે ધારા પટેલ વિજેતા બન્યાં હતાં જેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

  1. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત બનાવાઈ 51 કિલોની કેક, જાણો કેમ છે ખાસ
  2. ભાવનગરમાં હોમ મેડ કેક શીખવાનો ક્રેઝ આસમાને, ઈંડા અને કેમિકલ રહિત હોમ મેડ કેક બની રહી છે હોટ ફેવરિટ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.