વડોદરા મનપા ચૂંટણી પરિણામઃ સવારે 10ઃ15 વાગ્યા સુધીમાં ભાજપ-કોંગ્રેસ 4 લીડથી આગળ

By

Published : Feb 23, 2021, 10:51 AM IST

thumbnail

વડોદરાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 43.53 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. હાલ 10ઃ15 વાગ્યા સુધીનું પરિણામ જોઇએ તો, ભાજપ 4 અને કોંગ્રેસ પણ 4 લીડથી આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો છે. જેમાંથી 38 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ વડોદરામાં કુલ 14, 46, 212 મતદારો હતા. જે પૈકી 7, 40, 898 પુરુષો, 7, 5, 110 મહિલા 204 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.