સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીને લઇને સવારે 09ઃ00 વાગ્યાની સ્થિતિ
સુરતઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 43.82 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. હાલ બેલેટ પેપરની મતગણતરી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો છે. જેમાંથી 60 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ સુરતમાં કુલ 32, 88, 352 મતદારો હતા. જે પૈકી 15, 17, 238 પુરુષો, 14, 70, 999 મહિલા અને 110 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.