રાજકોટ મનપા ચૂંટણી પરિણામઃ સવારે 10 વાગ્યા સુધીમાં ભાજપ 26 લીડ અને કોંગ્રેસ 6 લીડથી આગળ

By

Published : Feb 23, 2021, 10:41 AM IST

thumbnail

રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 47.27 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. હાલ 10 વાગ્યા સુધીનું પરિણામ જોઇએ તો, ભાજપ 26 લીડ, કોંગ્રેસ 3 લીડ અને આપ 1 લીડથી આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કુલ 18 વોર્ડ અને 72 બેઠકો છે. જેમાંથી 36 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ રાજકોટમાં કુલ 10, 94, 005 મતદારો હતા. જે પૈકી 5, 67, 002 પુરુષો, 5, 26, 984 મહિલા અને 19 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.