અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીને લઇને AAPએ નોંધાવ્યો વિરોધ
અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી ઓછું 38.73 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતણતરી આજે મંગળવારે થઇ રહી છે. હાલ 11ઃ30 વાગ્યા સુધીમાં ભાજપ 93 લીડ, કોંગ્રેસ 14 અને AIMIM 4 લીડથી આગળ ચાલી રહ્યું છે. મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું હોવાથી આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો હતા. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.