જીવ દયા પ્રેમીઓ દ્વારા અનોખો દોરા યજ્ઞ કરવામાં આવ્યો

By

Published : Jan 27, 2023, 5:36 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

સમગ્ર દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સંસ્કારી નગરી નવસારીમાં મકરસંક્રાંતિનાં તહવારે લોકો પતંગ ઉડાવ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાંથી ઝાડ પર લટકતા કે રસ્તે પડેલા બીન ઉપયોગી પતંગના દોરાઓ એકત્રિત કરી આજ રોજ દોરા યજ્ઞ કરવામાં આવ્યો છે. મકરસંક્રાંતના તહેવારે જીવદયા અને સ્વચ્છતાના સંદેશ સાથે અનોખો અભિગમથી ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિના તહેવાર એ દાન પુણ્યનો તહેવાર પણ ગણવામાં આવે છે. જેથી કરીને ઉતરાયણના દિવસે દાન પુણ્ય કરવાનું અનેરૂ મહત્વ ગુજરાતીઓ ચૂકતા નથી અને મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને અબોલા પશુઓને પોતાની યોગ્યતા મુજબનું દાન ખવડાવતા હોય છે. પરંતુ ઉતરાયણ પર્વના પૂર્ણ થયા બાદ પણ અબોલા પક્ષીઓને લટકતા દોરાઓથી બચાવવાની કામગીરી કરી માનવતાની મહેક પ્રશ્રાવતા હોય છે.  ઉતરાયણ બાદ પતંગના દોરાઓ મોટી સંખ્યામાં વૃક્ષો મકાનો અને જાહેર જગ્યાઓ પર લટકતા હોય છે તેવા દોરામાં ફસાઈ જવાથી અબોલા પક્ષીઓ ના મોત થતા હોય છે ત્યારે આવા અબોલા પક્ષીઓને ઉતરાયણના પર્વ બાદ આવી કોઈ ઘટના ન બને તે હેતુથી સંસ્કારી નગરી નવસારીમાં બનાસ ગૌ સેવા કેન્દ્ર અને ઓમ સાંઈ સેવા ટ્રસ્ટનાં સથવારે છેલ્લા નવ વર્ષથી મકરસંક્રાંતના તહેવારનાં બે દિવસ બાદ “દોરા યજ્ઞ” કરવામાં આવે છે. ઉતરાયણમાં પતંગના બિન ઉપયોગી દોરા હોય છે જે રસ્તાઓ કે શેરીઓ સાથે ઘરના ટેરેસમાં પડેલ દોરા તેમજ ઝાડ ઉપર લટકતા બિનઉપયોગી દોરાના ગુચળા એકત્રિત કરવામાં આવે છે. શેહરીજનો પાસે પ્રાણી-પશુ-પર્યાવરણની સુરક્ષા તથા સ્વચ્છતા અભિયાન હેઠળ પતંગ દોરાના 100 ગ્રામના રૂ.10 લેખે 220 કિલોથી વધુ પતંગના દોરા એકત્રિત કરવામાં હતા. નવસારીના જલાલપોર ખાતે સરદાર પટેલ હાઇસ્કુલના પટાંગણમાં દોરા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ દોરા યજ્ઞ જાને હોળીનો તેહવાર હોય એવો માહોલ સર્જાયો હતો. આમ જીવદયા સાથે સ્વચ્છતાનો સંદેશ સાથે અનોખો અભિગમથી મકરસંક્રાંતના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જો આવી જ રીતે દરેક ગામમાં કામગીરી કરવામાં આવે તો મકરસંક્રાંતિ જતાની સાથે જ આ દોરાનો નાશ થાય.ધણી વાર એવું બનતું હતું કે મકરસંક્રાંતિ તો જતી રહે છે પરંતુ દોરોના કારણે લોકોને અથવા પક્ષીઓને હેરાન થવાનો વારો આવે છે. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.