રાજસ્થાનમાંથી ધરપકડ કરનાર AAPના ઉમેદવારને કોર્ટે જામીન વિના કર્યા મુક્ત

By

Published : Dec 6, 2022, 10:06 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

જામનગર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીની ગુજરાત ATS દ્વારા રાજસ્થાનમાંથી (AAP candidate Vishal Tyagi arrest case) ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને જામનગર SOG પોલીસે અમદાવાદ પોલીસ પાસેથી વિશાલ ત્યાગીનો કબજો લીધો હતો. જામનગર એ ડિવિઝનને આ કબજો સોંપવામાં આવ્યો હતો. બાદમાં જામનગરની (Arrest of AAP candidate from Rajasthan) ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વિશાલ ત્યાગીનો કોરોના ટેસ્ટ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં જજે ઉમેદવાર વિશાલ ત્યાગીનો નિર્દોષ છુટકારો કર્યો છે. વિશાલ ત્યાગી તરફથી એડવોકેટ SS કરનારા રોકાયા હતા. વકીલની દલીલોને ધ્યાન રાખી સેશન કોર્ટના જજે કોઈપણ જાતના જામીન વિના ઉમેદવાર વિશાલ ત્યાગીનો છુટકારો કર્યો છે, ત્યારે ETV Bharat સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીએ જણાવ્યું કે, પોલીસ પર ઉપરથી પ્રેશર હતું. જેના કારણે ખુદ ATS મારી ધરપકડ કરવા આવી હતી. જોકે બાદમાં સત્યનો જય થયો છે અને કોર્ટે કોઈ પણ જાતના જામીન વિના મુક્ત કર્યા છે. (Jamnagar seat AAP candidate Vishal Tyagi)

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.