ETV Bharat / sukhibhava

Types Of Meditation: જાણો મેડિટેશનના પ્રકારો વિશે

author img

By

Published : Mar 16, 2022, 4:31 PM IST

Types Of Meditation: જાણો મેડિટેશનના પ્રકારો વિશે
Types Of Meditation: જાણો મેડિટેશનના પ્રકારો વિશે

મનને સ્વસ્થ રાખવા માટે ધ્યાન કરવાથી થતા ફાયદાઓ (Mediatation Benefits inner Body) અંગે લગભગ લોકો અવગત છે. પહેલા લોકો માટે ધ્યાનનો અર્થ માત્ર યોગ મુદ્રામાં બેસીને ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવાનો હતો, પરંતુ મોટી સંખ્યામાં લોકો એ જાણકારીથી વાકેફ નથી કે ખરેખર તો મેડિટેશન વિવિધ રીતે (Types Of Meditation) કરી શકાય છે. આ સંજોગોમાં અમે તમારા માટે ધ્યાનની કેટલીક પરંપરાગત અને કેટલીક નવી લોકપ્રિય તકનીકો લઇને આવ્યાં છીએ, જે આજકાલ દરેક ઉંમરના લોકોમાં વધુને વધુ પ્રચલિત થઈ રહી છે.

મનની શાંતી પ્રાપ્ત કરવા અને શાંતિની અનુભુતિ કરવામાં મેડિટેશનનું મહત્વ (Mediatation Benefits inner Body) નુ યોગદાન છે. નિષ્ણાંતો પ્રમાણે, નિયમિત ધ્યાન કરવાથી મન શાંત રહે છે, તણાવ અને બેચેની ઓછી થાય છે. આ ઉપરાંત, મનને એકાગ્ર કરવામાં પણ સફળતા રહે છે. યોગ ગુરુ મીનુ વર્મા જણાવે છે કે, ધ્યાન એ એક માનસિક વ્યાયામ છે, જે એકાગ્રતા અને જાગૃતિમાં વધારો કરવા સાથે માનસિક સ્થિતિઓને કારણે થતી આવેગને શાંત પણ કરે છે. આ ઉપરાંત, લોકોમાં ઘણા પ્રકારના ફોબિયા, પેરાનોઇડ વિચારો અને અનિવાર્ય વિકાર સહિત ઘણા મનોરોગમાં પણ મદદરૂપ થઈ શકે છે. જાણો મેડિટેશનના વિવિધ પ્રકારો (Types Of Meditation) વિશે..

વર્તમાન સમયમાં આ મેડિટેશન પ્રચલિત

મૂળભૂત રીતે ધ્યાનને યોગની એક શાખા માનવામાં આવે છે, જે આપણા મગજની શક્તિમાં વધારો કરે છે. વર્તમાન સમયમાં, યોગ આધારિત ધ્યાન અથવા વૈદિક ધ્યાન સિવાય, અન્ય ઘણા પ્રકારના ધ્યાન પ્રચલિત થયા છે, જે ધ્યાનની પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. આ લગભગ તમામ ઉંમરના લોકો માટે ખૂબ જ સરળ છે.

જાણો મેડિટેશનના વિવિધ પ્રકારો...

વૈદિક ધ્યાન

વૈદિક ધ્યાન એ આપણી પ્રાચીન ભારતીય યોગ પરંપરાનો એક ભાગ છે અને ઋષિમુનિઓ ધ્યાનની આ શૈલીનો અભ્યાસ કરતા આવ્યા છે. વૈદિક યોગને પણ આયુર્વેદિક ચિકિત્સાનો એક ભાગ માનવામાં આવે છે. આ ધ્યાન શૈલીમાં, મનને શાંત કરવા માટે સ્વર અથવા ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ઊંડા અને નિયંત્રિત શ્વાસ લેવામાં આવે છે.

મંત્ર આધારિત ધ્યાન

મંત્ર આધારિત ધ્યાનની શૈલીને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ધ્યાનમાં તમારે શ્વાસ પર કાબુ મેળવી અને મંત્રનો ઉચ્ચાર કરતી વખતે અથવા સાંભળતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ભારતીય પરંપરામાં ધ્યાનની આ રીત ખૂબ પ્રચલિત છે, જ્યારે બૌદ્ધ, જૈન અને શીખ પરંપરાઓમાં જાપ ધ્યાનની પ્રથા વધુ પ્રચલિત છે.

કુંડલિની યોગ ધ્યાન

યોગમાં કુંડલિનીને આપણી જીવન શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. ખરેખર તો યોગ અનુસાર, આપણા શરીરમાં મૂલાધાર, સ્વાધિસ્થાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, અજ્ઞા અને સહસ્રાર જેવા સાત ચક્રો છે. કુંડલિની યોગમાં આ સાત ચક્રોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ હેઠળ, કુંડલિની ધ્યાન મન અને ઇન્દ્રિયો દ્વારા શરીરની જીવન ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કુંડલિની મેડિટેશન વ્યકિતને તણાવથી મુકિત આપવા સાથે મનને શાંત અને ફેફસાંની ક્ષમતા વધારવામાં પણ ખૂબ મદદ કરે છે, કારણ કે તે શ્વાસ લેવાની યોગ્ય રીત શીખવે છે. આ ઉપરાંત, તે શરીરના જ્ઞાનાત્મક કાર્યને સુધારવામાં પણ મદદ કરે છે.

મેટા મેડિટેશન

મેટા મેડિટેશન બૌદ્ધ પરંપરાઓનો એક ભાગ છે. આ ધ્યાન મુખ્યત્વે તિબેટીયન અને બૌદ્ધ પરંપરાઓમાં માનતા લોકો દ્વારા કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં 'લવિંગ કાઇન્ડનેસ મેડિટેશન' તરીકે પણ ઓળખાય છે. જેનો મુખ્ય હેતુ મનમાં સુખ અને દયાની લાગણી જાગૃત કરવાનો અને અન્ય લોકો પ્રત્યે સારા વિચારો ઉત્પન્ન કરવાનો છે.

મેટા ધ્યાનનો ઉદેશ માત્ર બીજાને પ્રેમ કરવાનો જ નથી

મીનુ વર્મા જણાવે છે કે, મેટા ધ્યાનનો ઉદેશ માત્ર બીજાને પ્રેમ કરવાનો જ નથી, પરંતુ કોઇ શર્ત વિના ખુદને પણ પ્રેમ કરવાનો છે. આ ધ્યાન અભ્યાસ દરમિયાન વ્યકિતએ આરામદાયક સ્થિતિમાં બેસી અને ઉંડો શ્વાસ લેવાની સાથે મનને કરુણા, પ્રેમ, દયા અને પરેપકાર તરફ લઇ જવાનો છે. ખરેખર તો વ્યકિત આ મેડિટેશન દરમિયાન હું ખુશ છું, મારે ખુશ રહેવુ જોઇએ, હું સુરક્ષિત છું તથા હું બીજાને પ્રેમ કરવામાં સક્ષમ છું વગેરે જેવા વિચાર કરવાની વાતો કરતો હોય છે, પરંતુ હકીકતમાં આ મેડિટેશનની અસર વ્યકિતની વિચારધારા પર સકારાત્મક રીતે પડે છે. મેટા ધ્યાન ઉપરાંત, બૌદ્ધ પરંપરામાં શમથા અને વિપશ્યના ધ્યાન તકનીકોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. આ પણ

જેન મેડિટેશન

ચીની બૌદ્ધ ધ્યાનની એક ટેકનિક છે. આ મેડિટેશન ટેક્નિકમાં આંખોને બંધ રાખવાનું કારણ આંશિક રીતે બંધ રાખવામાં આવે છે. એટલું જ નહીં, શ્વાસની ગણતરી કરતી વખતે નાક દ્વારા શ્વાસ લેવાનું કહેવામાં આવે છે. ધ્યાન દરમિયાન, પદ્માસનમાં બેઠા પછી, ધ્યાનના સમગ્ર સમયગાળા દરમિયાન હાથ વડે વૈશ્વિક મુદ્રા જાળવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ કરવાથી મન વધુ સારી રીતે સ્થિર થાય છે, જે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: kapil sharma shared video: કપિલ શર્માએ કર્યો વીડિયો શેર, ફેન્સે કહ્યું........

કેન્દ્રિત મેડિટેશન

આ પ્રકારના ધ્યાનમાં, પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરીને એકાગ્રતા લાવવાનો છે. જેમ કે કોઈ એક વસ્તુને જોવી, ગીત કે સંગીત સાંભળતી વખતે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું, કોઈ શબ્દમાળા ગણવી અથવા કોઈ ચોક્કસ સુગંધ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આજકાલ આ પ્રકારનું ધ્યાન પણ ખૂબ જ લોકપ્રિય છે.

વિજ્યુઅલાઇજેશન મેડિટેશન

ધ્યાનની આ શાખા પણ વર્તમાન સમયમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેથી જ આ મોડ વિશે વૈજ્ઞાનિક રીતે ઘણા અભ્યાસો કરવામાં આવ્યા છે. આ પ્રકારના ધ્યાનમાં, કાલ્પનિક અથવા વાસ્તવિક સ્થળની કલ્પના કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે, જે પ્રકૃતિની નજીક હોય અને મનને શાંતિ અને આરામ આપે. જેમ કે તળાવ, નદી, પર્વત, જંગલ, ફૂલ બગીચા અને દરિયા કિનારો વગેરે.

ધ્યાન આ રીતે શરીર માટે ફાયદાકારક

યોગ ગુરુ મીનુ સમજાવે છે કે, ધ્યાન માત્ર માનસિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, પછી ભલે તે કોઈપણ સ્વરૂપમાં કરવામાં આવે. જેમ કે, હાઈ બ્લડ પ્રેશર, દુખાવો, અનિદ્રા અને મેટાબોલિક સમસ્યાઓ વગેરેની સમસ્યામાં ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો: Film Pathan Shooting: શાહરૂખની આ તસવીરે સોશિયલ મીડિયા પર મચાવી ધુમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.