ETV Bharat / sukhibhava

Ganesh Chaturthi 2023: આ ગણેશ ચતુર્થીએ ઘરે બનાવો, ગણેશજીને પ્રિય લાડુ બનાવવાની રીત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 5:24 PM IST

Etv BharatGanesh Chaturthi 2023
Etv BharatGanesh Chaturthi 2023

ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તહેવારમાં અનેક પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે પરંતુ આ તહેવારમાં લાડુનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગણપતિને લાડુ ખૂબ પ્રિય છે તેથી પૂજાની થાળીમાં લાડુ અવશ્ય રાખવા જોઈએ. જો તમે ઈચ્છો તો આ લાડુ સરળતાથી ઘરે બનાવી શકો છો.

હૈદરાબાદ: ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના દરેક ભાગમાં આ તહેવારનો આનંદ જોવા મળે છે. ગણેશ ચતુર્થીની તારીખ ચંદ્ર અને પુષ્ય નક્ષત્રના સંયોગ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમ તો ગણેશ ચતુર્થીની શરુઆત 19 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે, ગણેશજીને લાડુ ખૂબ જ પ્રિય છે. લાડુ વિના પૂજા થાળી અધૂરી માનવામાં આવે છે. તમે ઘરે સરળતાથી ઘણા પ્રકારના લાડુ બનાવી શકો છો. જાણો સરળ વાનગીઓ.

  • બેસનના લાડુ

સામગ્રી: 3 કપ ચણાનો લોટ, 3-4 ચમચી ઘી, 1 ચમચી એલચી પાવડર, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ, અડધો કપ દળેલી ખાંડ.

રેસીપી: એક પેનમાં ઘી ગરમ કરો અને બેસનને સારી રીતે તળી લો. હવે તેને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે ખાંડ પાવડર અને એલચી પાવડર મિક્સ કરો. આ મિશ્રણમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને લાડુ બનાવો.

  • મખાનાના લાડુ

સામગ્રી: અડધો કપ ગોળ, 4-5 ચમચી ઘી, ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ, 1 વાડકી મચના, 1 ચમચી તલ.

રેસીપી: સૌપ્રથમ ગોળની ચાસણી તૈયાર કરો. એક કડાઈમાં ઘી ગરમ કરી, મખાના ઉમેરીને ધીમી આંચ પર હલાવો. ત્યાર બાદ તેમાં ડ્રાયફ્રુટ્સ પણ તળી લો. હવે આ ઘટકોને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ ગોળનું મિશ્રણ મિક્સ કરીને લાડુ બનાવો.

  • મોતીચુરના લાડુ

સામગ્રી: 1 કપ ચણાનો લોટ, 1 ચમચી ખાવાનો સોડા, 1 ચમચી એલચી પાવડર, ફૂડ કલર, 1 ટીસ્પૂન ઘી, 2 કપ ખાંડ.

રેસીપી: એક બાઉલમાં બેસન લો, તેમાં ફૂડ કલર ઉમેરો. પછી તેમાં થોડું પાણી અને થોડો ખાવાનો સોડા ઉમેરો. મિશ્રણને સારી રીતે મિક્સ કરો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. બેસન વડે ભોંડી તૈયાર કરો. પછી ખાંડની ચાસણી બનાવો તેમાં એક ટીપું નાખો અને પછી હાથ પર થોડું ઘી લગાવો અને પછી લાડુ બનાવો.

આ પણ વાંચોઃ

  1. Ganesh Chaturthi 2023: ઘરે ગણેશ ચતુર્થીની તૈયારી કરી રહ્યા છે; જાણો પૂજાનો ચોક્કસ સમય અને પદ્ધતિ
  2. Ganesh festival 2023 : બપ્પાને પ્રિય છે આ પાંચ પ્રકારના મોદક, જાણો કયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.