અશ્રુ ભીની આંખે આવતા વર્ષે જલ્દી આવજો ગગનભેદી નાદ સાથે શ્રીજીને વિદાય આપવામાં આવી

author img

By

Published : Sep 20, 2021, 8:53 AM IST

અશ્રુ ભીની આંખે આવતા વર્ષે જલ્દી આવજો ગગનભેદી નાદ સાથે શ્રીજીને વિદાય આપવામાં આવી

વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવના અંતિમ દિન એવા અનંત ચૌદશના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ દાદાને અશ્રુ ભીની આંખે વિદાઈ આપી હતી. વાપીમાં દમણગંગા નદી કાંઠે અંતિમ દિવસે 200 પ્રતિમાઓનું નદીના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વખતે કોરોના ગાઈડલાઈન ને ધ્યાને રાખી ઉજવાયેલા ગણેશ ઉત્સવમાં 11 દિવસની સ્થાપના દરમ્યાન કુલ 1235 ગણેશ પ્રતિમાનું દમણગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

  • અનંત ચૌદશના દિવસે શ્રીજીને અપાઈ વિદાઈ
  • વાપીમાં દમણગંગા નદીમાં અંતિમ દિવસે 200 પ્રતિમાનું વિસર્જન કરાયું
  • આ વર્ષે 11 દિવસના મહોત્સવમાં કુલ 1235 મૂર્તિઓનું વિસર્જન કરાયું

વલસાડ : વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવના અંતિમ દિને બાપ્પાને ભાવભીની વિદાઇ આપી હતી. ગણપતિ વિસર્જનના અંતિમ દિવસ એવા અનંત ચૌદશના ગણેશ પંડાલો, સોસાયટીઓમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓની વિવિધ સાજશણગાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળી હતી. ગણપતિ બાપા મોરિયા પૂંઢચ્યા વર્ષી લવકર્યા, એક દો તિન ચાર ગણપતિનો જય જયકાર, જેવા ગગનભેદી નારા તેમજ ડીજેના તાલે નિકળેલી શોભાયાત્રા દમણગંગા નદી, કોલક નદીના કિનારે પહોંચી હતી. જ્યાં બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન કરાયુ હતુ.

વાજતે ગાજતે બાપ્પાનુ વિસર્જન કરવામાં આવ્યું

વાપીમા કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિસર્જનયાત્રામાં બાપ્પાના છેલ્લા દર્શન કરવા શહેરના તમામ મુખ્ય માર્ગો પર ગણેશ ભક્તો ઉમટ્યા હતાં. આ વખતે રેલીમાં આદિવાસી નૃત્ય, રાસ ગરબા, મરાઠી નૃત્ય, સમાજ જાગૃતિના બેનરોને બદલે સાદગી પૂર્ણ માહોલમાં નીકળેલી વિસર્જનયાત્રાનું દમણગંગા નદી ખાતે સમાપન થયુ હતુ. એકલા દમણગંગા નંદીમાં જ ચાંપતા બંદોબસ્ત વચ્ચે એક ફૂટની મૂર્તીથી લઇ 4 ફૂટની 200 જેટલી મુર્તિઓનું વિસર્જન કરાયુ હતુ. જે રાતના 9 વાગ્યા સુધી ચાલ્યુ હતું.

અશ્રુ ભીની આંખે આવતા વર્ષે જલ્દી આવજો ગગનભેદી નાદ સાથે શ્રીજીને વિદાય આપવામાં આવી

આ પણ વાંચો : Pitru Paksha Shradh 2021: આજથી પતૃપક્ષની શરૂ આત, તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરો

બાપાને વિદાય આપતી વખતે ગણેશ ભક્તોની આંખોના ખૂણા ભીના થયા

વિસર્જન દરમ્યાન ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે કેટલાય ગણેશ ભક્તોની આંખોના ખૂણા ભીના થયા હતા અને આવતા વર્ષે જલ્દી પધારવા આજીજી કરી પરિવારની, સમાજની, દેશની સુખાકારી માટે આશિર્વાદ માંગ્યા હતા. બાપાએ પણ જાણે તેમની મનોકામના સાંભળી આશિર્વાદ આપતા હોય તે રીતે નદીના પ્રવાહમાં વિસર્જીત થતા હોવાનો એહસાસ પોતાના ભક્તજનોને કરાવ્યો હતો.

ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ, રેસ્ક્યુ ઇમર્જન્સી, ફાયરની ટીમ ખડેપગે રહી

અનંત ચૌદશ એટલે ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ આજના દિવસે સમગ્ર રાજ્યમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું 11દિવસ બાદ ભાવભીનું વિસર્જન કરવામાં આવે છે. નદી, તળાવ, દરિયા કિનારે ગણપતિ બાપ્પા મોરિયાના હર્ષનાદ ગુંજે છે. તો, વિસર્જન દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ અને ફાયરની ટીમ ખડેપગે રહી હતી. બાપ્પાની વિસર્જનયાત્રાને લઇને શહેરના મોટાભાગના માર્ગ પર ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી 1 PI, 1 PSI, સહિત પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, TRB જવાન મળી કુલ 54 જણાનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. એ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસ્ક્યુ ઇમર્જન્સી ટીમના 25 જવાનો, ફાયર ટેન્ડર સાથે ફાયરના 11 જવાનો ગણેશજીની પ્રતિમાને પાણીમાં વિસર્જન કરવા તેમજ ગણેશભક્તોને મદદરૂપ થવા હાજર રહ્યા હતાં. Conclusion:નવમાં દિવસે માત્ર 24 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : IPL 2021 બાદ વિરાટ RCB ની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું

11મા દિવસે 211 પ્રતિમાઓનું વિસર્જન

ઉલ્લેખનીય છે કે ગણેશ મહોત્સવના 11 દિવસમાં એક દિવસની 211 પ્રતિમાનોઓનું વિસર્જન દમણગંગા નદી ખાતે કરાયું હતું. જે બાદ ત્રીજા દિવસની 200, પાંચમા દિવસની 400, સાતમા દિવસે 200, નવમાં દિવસે માત્ર 24 અને 11માં અંતિમ દિવસે 200 મૂર્તિઓના વિસર્જન સાથે ગણેશહોત્સવ દરમ્યાન કુલ 1235 ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.