Vapi municipal elections 2021: આવતીકાલે વાપી નગરપાલિકા ચૂંટણી માટે મતદાન, સ્ટાફ સહિત મતદાન સામગ્રી રવાના

author img

By

Published : Nov 27, 2021, 2:00 PM IST

Vapi municipal elections 2021: આવતીકાલે વાપી નગરપાલિકા ચૂંટણી માટે મતદાન, સ્ટાફ સહિત મતદાન સામગ્રી રવાના

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 ( Vapi municipal elections 2021 ) માટે તૈયાર કરેલા 129 બુથ પર ચૂંટણી સામગ્રી (Election Materials) સાથે 650 જેટલા સ્ટાફને રવાના કરવામાં આવ્યાં હતાં. 28મી નવેમ્બરે વહેલી સવારથી તમામ મતદાન બુથ પર મતદાન પ્રક્રિયાનો ( polling for vapi municipal elections dates ) પ્રારંભ થશે.

  • વાપીમાં રવિવારે 129 મતદાન બુથ પર મતદાન
  • વાપી પાલિકાની ચૂંટણી માટે મતદાન
  • મતદાન મથક પર ટુકડીઓ રવાના કરાઈ

વાપી :- વાપી નગરપાલિકા ચૂંટણીનું ( Vapi municipal elections 2021 ) 28મી નવેમ્બરે મતદાન ( Polling for Vapi municipal elections dates ) છે. ત્યારે મતદાન બુથ પર EVM સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી (Election Materials) બુથ પર નિમાયેલ સ્ટાફને સુપ્રત કરવામાં આવી હતી. વાપીની ખંડુભાઈ દેસાઈ PTC કોલેજ ખાતે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ બુથ દીઠ ટુકડીઓનું ફોર્મેશન કરી ઝોનલ સુપરવાઈઝર દ્વારા રવાના કરવામાં આવી હતી.

28 નવેમ્બરે યોજાશે મતદાન

28મી નવેમ્બરે વાપી નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 માટે મતદાન ( Polling for Vapi municipal elections dates ) યોજાવાનું છે. જે માટે વાપીની ખંડુભાઈ દેસાઈ PTC કોલેજ ખાતે 129 મતદાન મથકો ઉપરની મતદાન ટુકડીઓને ફોર્મેશન અને મતદાન મથકોના EVM સહિત ચૂંટણીલક્ષી સામગ્રી (Election Materials) સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે ચૂંટણી અધિકારી એસ. ડી. પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે તમામ 129 મતદાન મથક માટે ટીમોનું ફોર્મેશન કરી ટીમને રવાના કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેઓ તેમને સોંપેલ મતદાન મથકોનો હવાલો લેશે. જે બાદ 28મી નવેમ્બરે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.

પૉલિંગ બુથ માટે આટલો સ્ટાફ સજ્જ રહેશે

આ મતદાન પ્રક્રિયામાં ( Vapi municipal elections 2021) બુથ મુજબ એક પ્રિ-સાઇડિંગ ઓફિસર, એક આસિસ્ટન્ટ પ્રિ-સાઇડિંગ ઓફિસર, લેડીઝ પૉલિંગ ઓફિસર, અધર પોલિંગ ઓફિસર, એક પટાવાળો અને એક પોલીસ જવાન સાથે કુલ 6ની ટુકડીઓમાં ઝોનલ ઓફિસર દ્વારા બસ મારફતે રવાના કરવામાં આવ્યા છે.

129 બુથ પર ચૂંટણી સામગ્રી સાથે સ્ટાફ રવાના કરવામાં આવ્યાં હતાં

આટલો પોલીસ સ્ટાફ રહેશે સુરક્ષા વ્યવસ્થામાં

Vapi municipal elections 2021 માટે મતદાન મથક પર મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ( Polling for Vapi municipal elections dates ) કરી શકે તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લાના પોલીસ સ્ટાફની વાત કરીએ તો મતદાન માટે એક DYSP, ત્રણ પી.આઈ, નવ પીએસઆઇ, 284 પોલીસ અને 190 હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી છે.

ત્રણ પક્ષોના 109 ઉમેદવારો માટે મતદાન

ઉલ્લેખનીય છે કે વાપીના 11 વોર્ડની 43 બેઠકો પર આ મતદાન થવાનું છે. જે માટે વાપીમાં કુલ 1.2 લાખ જેટલા મતદારો નોંધાયા છે. જે આ ચૂંટણીમાં 109 ઉમેદવારોને પોતાનો મત ( Polling for Vapi municipal elections dates ) આપશે. વાપી નગરપાલિકામાં આ વખતે ભાજપે પહેલેથી એક બેઠક બિનહરીફ મેળવ્યા બાદ 43 બેઠકો માટે 43 ઉમેદવારો, કોંગ્રેસે 42 ઉમેદવારો જ્યારે આમ આદમી પાર્ટીએ 24 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આ પણ વાંચોઃ વાપી નગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સાથે આપ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં

આ પણ વાંચોઃ વાપી નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ એક બેઠક બિનહરીફ થતા ભાજપને ફાયદો, હવે 109 ઉમેદવારો માટે થશે મતદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.