ETV Bharat / state

Valsad News : બોડી બિલ્ડર ચેમ્પિયનશિપ, બાવણાંના જોરે વલસાડના યુવાને બાજી મારી

author img

By

Published : Mar 13, 2023, 12:47 PM IST

Valsad News : અનોખા સંદેશ સાથે બોડી બિલ્ડર ચેમ્પિયનશિપ, સેલવાસનો પટેલ બન્યો મિસ્ટર વલસાડ
Valsad News : અનોખા સંદેશ સાથે બોડી બિલ્ડર ચેમ્પિયનશિપ, સેલવાસનો પટેલ બન્યો મિસ્ટર વલસાડ

વાપીમાં સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ દ્વારા 1st મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ એન્ડ ફિઝિક્સ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા બોડી બિલ્ડર વચ્ચે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સમાં ભાગ લઈ સેલવાસના અક્ષય પટેલે મિસ્ટર વલસાડની ટ્રોફી જીતી હતી.

વાપીમાં 50 બોડી બિલ્ડર્સ વચ્ચે યોજાઈ ચેમ્પિયનશિપ

વાપી : વાપીમાં VIA હોલ ખાતે 12મી માર્ચે સાંજે 5 વાગ્યે મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના હરક્યુલસ જિમના ઑનર અને માસ્ટર્સ મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ મેળવનાર અસફાક રાણાએ આ આયોજન કર્યું હતું. આ ચેમ્પિયનશિપમાં મિસ્ટર વર્લ્ડ મુરલી કુમાર સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 50 એથ્લેટીક્સ વચ્ચે આયોજિત આ ચેમ્પિયનશીપનું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું.

અક્ષય પટેલ મિસ્ટર વલસાડ
અક્ષય પટેલ મિસ્ટર વલસાડ

અક્ષય પટેલની 15 વર્ષની મહેનત ફળી : સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ અને હરક્યુલસ જિમ દ્વારા પ્રથમ વખત મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણના વિવિધ જીમમાં પોતાનું શરીર-સૌષ્ઠવ બનાવનાર 50 જેટલા એથ્લેટીક્સે ભાગ લીધો હતો. આ તમામ બોડી બિલ્ડર વચ્ચે કેટેગરી મુજબની સ્પર્ધા યોજાઈ હતી. જેમાંથી 5 શ્રેષ્ઠ બોડી બિલ્ડરની પસંદગી કર્યા બાદ ફાઇનલ રાઉન્ડમાં સેલવાસના અક્ષય પટેલને મિસ્ટર વલસાડની ટ્રોફી એનાયત કરી હતી. મિસ્ટર વલસાડ બનેલા અક્ષય પટેલે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જીત તેમના ઘણા વર્ષોની મહેનતનું ફળ છે.

અનોખા સંદેશ સાથે બોડી બિલ્ડર ચેમ્પિયનશિપ
અનોખા સંદેશ સાથે બોડી બિલ્ડર ચેમ્પિયનશિપ

વ્યસન મુક્તિના સંદેશ સાથે આયોજન : સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડમાં જનરલ સેક્રેટરી અને હરક્યુલ્સ જિમ ચલાવી વ્યસનમુક્તિનો સંદેશ આપતા અસફાક રાણાએ આ સ્પર્ધાના ઉદેશ્ય અંગે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2007થી વ્યસનમુક્તિ અભિયાન સાથે બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપનું આયોજન કરે છે. મિસ્ટર સાઉથ ગુજરાત, મિસ્ટર ગુજરાતની સ્પર્ધાઓનું આયોજન બાદ આ વખતે મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું હતું. સ્પર્ધામાં અલગ અલગ ગ્રુપમાંથી પ્રથમ 5 વિનર્સ સિલેક્ટ કર્યા હતાં. જે બાદ જજની પેનલ દ્વારા મિસ્ટર વલસાડ માટે અક્ષય પટેલની પસંદગી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં વિજયી બન્યા બાદ તે હવે સ્ટેટ લેવલની અને નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં ભાગ લઈ વાપી, વલસાડ, સેલવાસનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

વાપીમાં 50 બોડી બિલ્ડર્સ વચ્ચે યોજાઈ ચેમ્પિયનશિ
વાપીમાં 50 બોડી બિલ્ડર્સ વચ્ચે યોજાઈ ચેમ્પિયનશિ

આ પણ વાંચો : HEALTHY HAIR : તમારે વાળને સુંદર અને હેલ્ધી બનાવવા હોય તો આ ટ્રીક અપનાવો

શારીરિક કસરત દરેક યુવાને કરવી જોઈએ : આ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની સ્પર્ધામાં દેશના જાણીતા બોડી બિલ્ડર્સ મુરલી કુમાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ મિસ્ટર વલસાડ બનેલા અક્ષય પટેલને શુભેચ્છા આપી જણાવ્યું હતું કે, યુવાનોએ વ્યસનથી દૂર રહી દરરોજ વિવિધ મનગમતી રમતો રમી શરીરને તંદુરસ્ત રાખવું જોઈએ. બોડી બિલ્ડીંગ દ્વારા જ તે પોતાની ફિટનેસ જાળવી શક્યા છે. તેનાથી તે મિસ્ટર ઇન્ડિયા બન્યા, નેવીમાં સરકારી નોકરી મળી અનેક એવોર્ડ જીત્યા એટલે શારીરિક કસરત દરેક યુવાનોએ કરવી જોઈએ.

આ પણ વાંચો : healthy childhood: છોકરીઓના સ્વસ્થ બાળપણ અને સ્વસ્થ ભવિષ્ય માટે પોષણ અને સ્વચ્છતા બંને જરૂરી

વિજેતા એથ્લેટિક્સને મેડલ : ઉલ્લેખનીય છે કે, યુવાનો સ્વસ્થ તંદુરસ્ત બને, વ્યસન મુક્તિની રાખીને આરોગ્ય સારું રાખે, દવાના ખર્ચથી બચે શરીરને નિરોગી રાખી, માસ્ટર ટ્રેનર, મોડેલિંગ, જિમ ખોલીને બેરોજગારમાંથી મુક્તિ મેળવે તેના માટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 1st મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ એન્ડ મેન્સ ફિઝિક ચેમ્પિયનશિપ 2022-23માં વિજેતા એથ્લેટિક્સને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી, કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ પણ પોતાની શારીરિક કસરતથી બનાવેલ ખડતલ શરીરનું પ્રદર્શન કર્યું હતું. જે જોવા આવેલા યુવાનોએ ચિચિયારીઓ પાડી તમામ એથ્લેટીક્સને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.