ETV Bharat / state

Valsad News : ગર્ભવતી મહિલાને 3 કિમી ટોર્ચના પ્રકાશે લાકડાની ઝોળી બનાવી ઊંચકી 108 સુધી લઈ જવાઈ

author img

By

Published : Apr 21, 2023, 10:09 PM IST

Valsad News : ગર્ભવતી મહિલાને 3 કિમી ટોર્ચના પ્રકાશે લાકડાની ઝોળી બનાવી ઊંચકી 108 સુધી લઈ જવાઈ
Valsad News : ગર્ભવતી મહિલાને 3 કિમી ટોર્ચના પ્રકાશે લાકડાની ઝોળી બનાવી ઊંચકી 108 સુધી લઈ જવાઈ

ધરમપુરના ઢાકવાડ ગામે મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા લોકોએ ઝોળી બનાવીને 108 સુધી લઈ ગયા હતા. સ્થાનિકોએ ગામમાં રોડને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. ત્યારે હાલ મહિલાને પીડા ઉપાડતા લોકો દ્વારા લાકડા પર સાડી બાંધી ઝોળી બનાવીને બેટરી સાથે ત્રણ કિમી ચાલીને મુખ્ય માર્ગ પર લઈ જવાઈ હતી.

ધરમપુરના ઢાકવાડ ગામે મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા લોકોએ ઝોળી બનાવીને 108 સુધી લઈ ગયા

વલસાડ : ધરમપુર તાલુકાના બોર્ડરના ગામોમાં આજે પણ અનેક ફળીયા એવા છે જેમાં 108 લઈ જવા માટે રોડ નથી. જેના લીધે કોઈ નાદુરસ્ત બને તો આવા સમયે સ્થાનિકોએ કાવડ કરી ઝોળી બનાવી ઊંચકીને મુખ્ય માર્ગ સુધી લઈ જવાની ફરજ પડે છે. ત્યારે ઢાકવડ મૂળ ગામ ફળિયા રહેતી રહેતી ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા સ્થાનિકોએ જોડી ત્રણ કિલોમીટર સુધી ચાલીનેે 108 સુધી લઈ જવાઈ હતી.

108 ઢાકવડ મૂલગામ ફળિયા સુધી : ઢાકવડ ગામે અનેક ફળિયા આવેલા છે. જેમાં ઢાકવડ મૂલગામ ફળિયા સુધી મુખ્ય માર્ગ આવેલો છે, એટલે કે મોટાભાગના વાહનો અહીં સુધી આવે છે. જે બાદ આસપાસના વિસ્તારના ફળિયાના લોકોએ ચાલીને પોતાના ફળિયામાં જવાની ફરજ પડે છે. અગાઉ પણ અનેક સમયે લોકોએ રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે ઢાકવાડ ગામે કોઈલી પાડા ફળિયામાં રહેતી ગર્ભવતી મહિલા કરીનાબેન દિલીપભાઈને મોડી રાત્રે પ્રસુતિની પીડા ઉપડતા સ્થાનિક ફળિયાના લોકો એકત્ર થયા હતા.

ત્રણ કિલોમીટર સુધી ચાલ્યા : મહિલાને સારવાર લઈને ખસેડવા માટે કોઈ ઉપાય ન બનતા આખરે લોકોએ એક લાકડા ઉપર સાડી બાંધી ઝોળી બનાવી બેટરીના પ્રકાશમાં જાડી જંગલ અને પગદંડીથી અંદાજે ત્રણ કિલોમીટર સુધી ચાલીનેે આ મહિલાને ઊંચકીને મુખ્ય માર્ગ સુધી લઈ આવ્યા હતા. મૂળ ગામ ફળિયા સુધી રાત્રી દરમિયાન ઝાળી બનાવીને ઊંચકીને લઈ આવેલા મહિલાને અગાઉથી જ આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે હાલ તેની હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

મૌખિક રજૂઆત છતાં રોડ નથી બન્યો : ધરમપુરના બોર્ડર વિલેજ ગણવામાં આવતા ઢાકવડમાં કેટલાક ફળ્યા એવા છે, જ્યાં આઝાદીના 75 વર્ષ પછી પણ ફળિયામાં મોટા વાહનો જઈ શકે એવા રોડ બની શક્યા નથી. લોકોને પગદંડી કે ચાલીને જવાની ફરજ પડે છે. આ અંગે સ્થાનિક લોકોએ મૌખિક અને લેખિત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેમની આ રજૂઆતોનો કોઈ નિરાકરણ આવ્યું નથી.

આ પણ વાંચો : વડોદરામાં પ્રસુતિ વખતે માતા બાળકનું મૃત્યુ, પરિવારજનોએ હોસ્પિટલ પર કર્યા આક્ષેપ

ચોમાસામાં લોકોની હાલત કેવી : ધરમપુર અને કપરાડા જિલ્લાનું ચેરાપુંજી ગણવામાં આવે છે, જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થાય છે. આવા સમયે ફળિયામાં રોડ ન બનવાને કારણે પગદંડી પર કાદવ કિચડ એટલે કે એક એક ફૂટ જેટલા કાદવ કીચડમાં લોકોને ચાલીને જવાની ફરજ પડે છે, એટલું જ નહીં જો કોઈ વૃદ્ધ માદું પડે તો આવા સમયે તેઓને કાવડ બનાવી ઝોળી કરી મુખ્ય માર્ગ સુધી લાવવાની ફરજ પડી રહી છે.

આ પણ વાંચો : રેરેસ્ટ ઑફ ધ રેર: અમદાવાદના ડૉક્ટરે ગર્ભની જગ્યાએ આંતરડામાં વિકસિત થયેલા બાળકની સફળ ડિલિવરી કરી

જંગલ ખાતાએ આપેલી જગ્યામાં ઘરો : ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું કે, જેતે સમયે તે વિસ્તારના લોકોને જંગલ વિભાગ દ્વારા ફોરેસ્ટની જમીન આપવામાં આવી હતી. જેમાં તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવી શકે વખત જતા તેમના ઘરો ત્યાં બન્યા અને તેઓ ત્યાં વસવાટ કરતા થયા. હવે સ્થિતિ એવી છે કે, આસપાસમાં જંગલ વિભાગની જમીનો છે અને એ તેમના હસ્તક હોવાથી રોડ બનાવવો મુશ્કેલ છે. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. જોકે એનું નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું. આમ, આ વિસ્તારના લોકો સુધી હજુ વિકાસ પહોંચ્યો નથી જેના કારણે સ્થાનિકોની હાલત દયનીય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.