ETV Bharat / state

Valsad Rain Update: વલસાડ જિલ્લામાં મેઘ મહેર યથાવત

author img

By

Published : Jul 26, 2021, 4:19 PM IST

Valsad
Valsad

વલસાડ જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ અને અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ ત્યારે વલસાડ શહેર તેમજ વાપી, કપરાડા, પારડી, વલસાડ અને ધરમપુરમાં સવારથી વાદળ છાયા વાતાવરણમાં વર્ષી રહ્યો છે. વરસાદ અનાધાર મેઘ વરસતાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.

  • વહેલી સવારથી પડી રહ્યા છે છુટા છવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા
  • હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક સ્થળે વરસી રહ્યો છે વરસાદ
  • જિલ્લામાં બે કલાકમાં કપરાડામાં 7 એમ એમ વરસાદ નોંધાયો

વલસાડ: હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છૂટા છવાયા વિસ્તારના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે એમાં પણ ધરમપુર અને કપરાડા જેને ચોમાસા દરમિયાન ગુજરાતનું ચેરાપુંજી ગણવામાં આવે છે. એ તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. આજે 26 જુલાઈના રોજ વહેલી સવારથી કપરાડા તાલુકામાં સવારે આઠથી દસ વાગ્યા દરમિયાન બે કલાકમાં 7 MM વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લામાં મેઘ મહેર

આ પણ વાંચો- Valsad Rain Update : કપરાડા અને ધરમપુર સહિત વિવિધ તાલુકામાં વહેલી સવારથી વરસાદ

વલસાડ જિલ્લામાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા

સ્થળવરસાદ
ઉમરગામ00 MM
કપરાડા07 MM
ધરમપુર02 MM
પારડી22 MM
વલસાડ 15 MM
વાપી11 MM

મધુબન ડેમના પાણીની આવક થતા પાંચ દરવાજા દોઢ મીટર સુધી ખોલવામાં આવ્યા

નદીઓ વહી બે કાંઠે
નદીઓ વહી બે કાંઠે

આ પણ વાંચો- વલસાડ જિલ્લામાં મોસમનો કુલ 60 ઇંચ વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા છુટા છવાયા વરસાદ બાદ આજે 26 જુલાઈ વહેલી સવારથી ફરીથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. જેને પગલે ઉપરવાસમાં પડેલા વરસાદથી પાણીની આવક મધુબન ડેમમાં થતા હાલ ડેમ લેવલ 71.60 મીટર ઉપર પોહચ્યું છે, જ્યારે પાણીની આવક 40,994 ક્યુસેક અને
જાવક 27,647 ક્યુસેક, જ્યારે ડેમના 5 દરવાજા 1.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આમ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં મેઘરાજાના અનાધાર આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી છે.

Valsad
વૃક્ષ થયું ધરાશાયી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.