ETV Bharat / state

Veer Bal Diwas 2023 : વીર બાલ દિવસ જેવા રાષ્ટ્રીય દિવસો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે, પૂર્ણેશ મોદીના નમન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 2:19 PM IST

Veer Bal Diwas 2023 : વીર બાલ દિવસ જેવા રાષ્ટ્રીય દિવસો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે, પૂર્ણેશ મોદીના નમન
Veer Bal Diwas 2023 : વીર બાલ દિવસ જેવા રાષ્ટ્રીય દિવસો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે, પૂર્ણેશ મોદીના નમન

બાલ દિવસ નિમિત્તે વાપીમાં ગુરુદ્વારા ખાતે ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ગુરુદ્વારામાં માથું ટેકવી તેમણે જણાવ્યું હતું કે, આવા રાષ્ટ્રીય દિવસોને ચૂંટણી સાથે જોડવાને બદલે સંવેદનશીલ મુદ્દા તરીકેની ભાવનાથી ઉજવવા જોઈએ. બાલ દિવસ જેવા રાષ્ટ્રીય દિવસો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે

એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના

વલસાડ : 26મી ડિસેમ્બરના વીર બાલ દિવસ મનાવવામાં આવે છે. આ અવસર પર વાપીમાં આવેલ ગુરુદ્વારા ખાતે ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી, સહપ્રભારી દુષ્યંત પટેલ તેમજ ભાજપના આગેવાનોએ ગુરુદ્વારામાં માથું ટેકવી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતને યાદ કરી નમન કર્યા હતાં.Body:ચૂંટણી સાથે જોડાવાને બદલે સંવેદનશીલ મુદ્દાની ભાવનાથી ઉજવવા જોઈએ.

આવા રાષ્ટ્રીય દિવસો જ ભારતની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરે છે. આ દિવસોને ચૂંટણી સાથે જોડાવાને બદલે સંવેદનશીલ મુદ્દા તરીકેની ભાવનાથી ઉજવવા જોઈએ. સમગ્ર ભારત વર્ષમાં આજે વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘોષણા કરી હતી. જે આપણો ઇતિહાસ છે. જે આપણો વારસો છે તેને દરેક નાગરિકે જાણવો જોઈએ...પૂર્ણેશ મોદી ( ધારાસભ્ય અને પ્રભારી )

એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે પ્રભારીએ જણાવ્યું હતું કે, આ શહાદતને રાષ્ટ્રીય બાલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આવા રાષ્ટ્રીય દિવસોની ઉજવણીથી આખા ભારત વર્ષમાં તમામ યુવાનો રાષ્ટ્રહિત માટે પ્રેરણા મેળવે એ ઉદ્દેશ છે. રાષ્ટ્ર માટે લડાઈ લડનારા આવા વીર પુરુષોને યાદ કરવા માટે જ પુરા વર્ષ દરમિયાન આવા અનેક દિવસોને રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યા છે. એ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે. એને ચૂંટણી કે રાજકારણ સાથે જોડવાને બદલે એક સંવેદનશીલ મુદ્દા તરીકે જોવા જોઈએ. જે નેશન ફર્સ્ટ ની ભાવના સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે.

મોગલો દ્વારા જૂલમ કરવામાં આવ્યો હતો : ઉલ્લેખનીય છે કે, 1704 માં ડિસેમ્બર મહિનામાં ગુરુ ગોવિંદસિંહના બે મોટા પુત્ર ચમકોર યુદ્ધમાં શહીદ થયા હતા. પરંતુ નાના બે પુત્ર સાત અને નવ વર્ષના હતાં તે જીવતા પકડાઈ ગયાં હતાં. જે બાદ ગુરુ ગોવિંદસિંહ અને તેના પરિવાર પર મોગલો દ્વારા જૂલમ કરવામાં આવ્યો હતો. અને ઇસ્લામ કબૂલી લો તો તમને જીવન બક્ષી દેશે તેવી શરત મૂકી હતી. જો કે તેઓએ દીવાલમાં જીવતા ચણાઇ જવાનું પસંદ કર્યું હતું.

શહાદત યાદ કરી શતશત : નમન આ અવસર પર વાપીમાં આવેલ ગુરુદ્વારા ખાતે ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી, સહપ્રભારી દુષ્યંત પટેલ, દાદરા નગર હવેલી દમણના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન, વાપી, દમણ, સેલવાસ ભાજપના આગેવાનોએ ગુરુદ્વારામાં માથું ટેકવી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદત ને યાદ કરી સતસત નમન કર્યા હતાં. આ પ્રસંગે ગુરુદ્વારા કમિટીના મેમ્બરો, શીખ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ તમામનું સ્વાગત કરી લંગર પ્રસાદ ગ્રહણ કરાવ્યો હતો.

  1. Veer Bal Diwas 2023: કેમ મનાવવામાં આવે છે વીર બાલ દિવસ ? જાણો અહીં...
  2. Pm modi Announcement: ગુરુ ગોવિંદ સિંહના પુત્રોને શ્રદ્ધાંજલિ આપવા 'વીર બાલ દિવસ' ઉજવવામાં આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.