ETV Bharat / state

સંઘપ્રદેશ સરહદથી ઘેરાયેલા મધુબન ડેમ અને ગામની મુલાકાતે પહોંચ્યા વલસાડ કલેકટર

author img

By

Published : Jun 20, 2020, 1:23 PM IST

Updated : Jun 23, 2020, 3:32 PM IST

વલસાડ કલેકટર સંઘપ્રદેશ સરહદથી ઘેરાયેલા મધુબન ડેમ અને ગામની મુલાકાતે
વલસાડ કલેકટર સંઘપ્રદેશ સરહદથી ઘેરાયેલા મધુબન ડેમ અને ગામની મુલાકાતે

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગણાતા પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી ઘેરાયેલા જિલ્લાના ત્રણ ગામના લોકોને દર વર્ષે ચોમાસા દરમિયાન માર્ગ, આરોગ્ય અને શિક્ષણની અનેક સમસ્યા ઉદભવે છે. ગામના લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટરમાં રજૂઆત કરી હતી. ગામ લોકોની રજૂઆત બાદ કલેકટરે મધુબન સહિતના ગામ અને મધુબન ડેમની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકામાં ગણાતા પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી ઘેરાયેલા જિલ્લાના ત્રણ ગામના લોકોને દર વર્ષે ચોમાસા દરમિયાન માર્ગ, આરોગ્ય અને શિક્ષણની અનેક સમસ્યા ઉદભવે છે. આ બાબતે ગામ લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ગામ લોકોની રજૂઆત બાદ કલેક્ટર આર.આર.રાવલે શુક્રવારે કપરાડા તાલુકાના ગામડાઓના પ્રવાસ કર્યો હતો.

આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમની મુલાકાત કરી હતી. તેમજ મધુબન ડેમની હાલની પાણીની સ્થિતિ અને ચોમાસા દરમિયાન તબક્કાવાર છોડવામાં આવતા પાણીની સ્થિતિ અંગે દમણ-ગંગા નહેર વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મધુબન ડેમ નજીક જ ગુજરાતના ત્રણ ગામો પણ આવેલા છે. આ ગામો મધુબન, રાયમલ અને નગર છે. આ ગામો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલા ગામ છે. આથી આ ત્રણેય ગામના લોકોને કોરોના મહામારી દરમિયાન અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં 100 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે. ચોમાસા દરમિયાન વરસતા વરસાદથા અનેક મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. જેમાં અવાગમન માટે માર્ગ, આરોગ્ય અને શિક્ષણની સમસ્યા ખૂબ મોટી છે. જે અંગે કલેકટર સમક્ષ મધુબન ગામના લોકોએ રજૂઆત કરી હતી. જે સમસ્યાના સમાધાન માટે કલેકટરે આ ગામની મુલાકાત લઈ પાયાની સુવિધા અંગે માહિતી મેળવી હતી.

કલેકટર આર. આર. રાવલે આ સમસ્યાઓ અંગે દાદરા નગર હવેલી પ્રશાસન સાથે પણ જરૂરી પરામર્શ કરી ગામ લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનું જણાવ્યું હતું.

Last Updated :Jun 23, 2020, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.