ETV Bharat / state

ફાયર સેફ્ટીની સુવિધાથી સજ્જ છે વલસાડ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ્સ

author img

By

Published : Aug 7, 2020, 7:11 PM IST

Valsad Civil Hospital
Valsad Civil Hospital

વલસાડની સિવિલ હોસ્પિટલ ફાયર સેફ્ટીના મામલે સુવિધાસભર છે. જો અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી દુર્ઘટના ઘટે તો તેને પહોંચી વળવા વલસાડ સિવિલ હોસ્પિટલ સજ્જ છે. જાણો વલસાડ સિવિલ હોસ્પિટલની ફાયર સેફ્ટીની માહિતી આપતો ખાસ અહેવાલ...

વલસાડ: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 8 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ દરેક જિલ્લામાં ફાયર સેફટીની સુવિધા અંગે સવાલો ઉઠ્યા છે. જો કે, વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ સિવિલ હોસ્પિટલમાં કુલ 300 બેડ છે. આગ જેવા અકસ્માતને પહોંચી વળવા વલસાડ સિવિલમાં ફાયર સેફ્ટીની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

Valsad Civil Hospital
વલસાડ સિવિલમાં જો કોઈ ઘટના બને તો તેવા સમયે આગ પર તુરંત જ કાબૂ મેળવી શકાય તેવી અદ્યતન સિસ્ટમ અહીં મૂકવામાં આવી છે

વલસાડ ખાતે આવેલી નવી સિવિલમાં બનાવવામાં આવેલા વિશેષ રૂમમાં પણ અગ્નિશામક ઉપકરણ તેમજ 8 માળ સુધીના બિલ્ડિંગમાં ફાયર hydrant systemની અધ્યતન વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેથી કરીને આગ જેવી ઘટના બને ત્યારે તુરંત તેના પર કાબૂ મેળવી શકાય છે. જ્યારે વલસાડ જિલ્લાની 12 ખાનગી હોસ્પિટલો દ્વારા પણ નગરપાલિકાના ફાયર વિભાગ પાસે વિશેષ પરવાનગી મેળવવામાં આવી છે. દરેક જગ્યા પર ફાયર સેફટીના પૂરેપૂરા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

Valsad Civil Hospital
વલસાડ સિવિલમાં પણ ફાયરની સુવિધા અંગે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી

અમદાવાદના બનેલી ઘટના બાદ વલસાડ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. વલસાડ સિવિલમાં પણ ફાયરની સુવિધા અંગે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. જો કે, વલસાડ સિવિલના નવા બિલ્ડિંગમાં બનાવવામાં આવેલા કોવિડ રૂમમાં ફાયર સેફટીની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

Valsad Civil Hospital
લસાડ નવી સિવિલમાં સ્મોક ડિટેક્ટર અને સ્પ્રિંકલર જેવી સુવિધા દરેક વિભાગમાં કાર્યરત છે

વલસાડ સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, વલસાડ સિવિલમાં કોવિડ માટે 300 બેડ બનાવવામાં આવ્યા છે. જેમાં હાલમાં 44 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તમામ દર્દીઓને હાલ નવી બિલ્ડિંગના છઠ્ઠા માળે બનેલા કોવિડ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. જો આગ લાગવાની ઘટના બને, તો આવા સમયે સિવિલની અદ્યતન ફાયર સિસ્ટમ ઉપયોગી થઇ શકે છે.

Valsad Civil Hospital
અકસ્માતને પહોંચી વળવા વલસાડ સિવિલમાં ફાયર સેફ્ટીની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે

વલસાડ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ નામ અને ચહેરો જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, વલસાડની સિવિલ હોસ્પિટલમાં દરેક માળ ઉપર 3થી 4 જગ્યા પર ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં આવ્યા છે. આ સાથે જ ભૂગર્ભ ટાંકી સહિત હાઈડ્રો સિસ્ટમ પણ અહીં મૂકવામાં આવી છે અને તે ચાલુ હાલતમાં છે. આ સાથે ફોટો સ્પ્રિંક્લર અને સ્મોક ડીટેકટર મૂકવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈક આગ જેવી ઘટના બને કે તુરંત જ ઓટો સ્પ્રીંક્લર ફોન થઈ જાય છે અને પાણીનો ફુવારો શરૂ કરી દે છે.

વલસાડ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ્સ ફાયર સેફ્ટીની સુવિધાથી સજ્જ છે

વલસાડ સિવિલમાં જો કોઈ ઘટના બને તો તેવા સમયે આગ પર તુરંત જ કાબૂ મેળવી શકાય તેવી અદ્યતન સિસ્ટમ અહીં મૂકવામાં આવી છે. આ સાથે જ વલસાડ જિલ્લાની ખાનગી 12 હોસ્પિટલ કે, જ્યાં આગળ કોવિડના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, એ તમામ દ્વારા પણ ફાયર સેફટી અંગે ફાયર વિભાગના અધિકારી પાસે પરવાનગી લેવામાં આવી છે. તેમજ ફાયર સેફ્ટીના ધોરણનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. વલસાડની 12 ખાનગી હોસ્પિટલ દ્વારા એને બી એચ જે ફાયર સેફટી માટે સ્ટાન્ડર્ડ નિયમોને આધારિત સર્ટિફિકેટ આપવામાં આવે છે, તેના માટે પણ અરજી કરવામાં આવ્યું છે.

આ સમગ્ર બાબતે હાલમાં કોરોના પોઝિટિવ આવેલા ફાયર વિભાગના અધિકારી ફ્રેડી ઈચ્છા પોરીયાએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વલસાડમાં ખાનગી હોસ્પિટલ્સ ફાયરના તમામ ધારાધોરણના નિયમોને અનુલક્ષીને પાલન કરી રહ્યા છે. સમયાંતરે ફાયર અને સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવે છે.

મહત્વનું છે કે, આ સમગ્ર બાબતે જ્યારે વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારી અનિલ પટેલને સતત ત્રણ વાર સંપર્ક કરવાના પ્રયાસમાં તેમને આ સમગ્ર બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. ફાયર સેફટી અંગે વલસાડની ખાનગી હોસ્પિટલ લોટ્સના એડમિસ્ટ્રેટર ચિરાગ પરમારે જણાવ્યું કે, તેમની હોસ્પિટલ દ્વારા ફાયર સેફટીની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ફાયર હાઈદ્રન્ટ, અગ્નિશામક ઉપકરણ જેવી વ્યવસ્થા સાથે ફાયર બોલની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સાથે પાલિકા સંચાલિત હોસ્પિટલમાં પણ અગ્નિશામક ઉપકરણ મુકવામાં આવ્યા છે અને ગઈ કાલે બનેલી ઘટના બાદ તમામ સ્ટાફ ને અગ્નિશામક ઉપકરણ કેવી રીતે ઉપયોગ માં લેવું તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આમ વલસાડ જિલ્લામાં જો કોઈ ઘટના બને તો જિલ્લાની ખાનગી અને સરકારી બન્ને હોસ્પિટલ ફાયર સેફ્ટીના અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. જેમાં વલસાડ નવી સિવિલમાં સ્મોક ડિટેક્ટર અને સ્પ્રિંકલર જેવી સુવિધા દરેક વિભાગમાં કાર્યરત છે. સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે જો એક અલાયદો વિભાગ ફાયર ઓફિસર પણ નિમણૂંક કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.