ETV Bharat / state

Valsad ACB Trap : મરીન પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડ્પાયો, ACBની સફળ ટ્રેપ

author img

By

Published : Jun 22, 2023, 4:21 PM IST

Valsad ACB Trap : મરીન પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડ્પાયો, ACBની સફળ ટ્રેપ
Valsad ACB Trap : મરીન પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડ્પાયો, ACBની સફળ ટ્રેપ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નરગોલ મરીન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ નૈનેશ હળપતિ 20 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ACB ના છટકામાં પકડાયેલ કોન્સ્ટેબલે ફરિયાદી પાસે બિયરના ટીનમાં કેસ નહિ કરવા 1 લાખની લાંચ માંગી હતી.ઉમરગામ ફણસા ચાર રસ્તાથી દમણ જતા રોડ ઉપર ACB એ છટકું ગોઠવ્યું હતું. જેમાં નરગોલ મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.

વલસાડ : ઉમરગામ તાલુકામાં આવેલ નરગોલ મરીન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ નૈનેશ હળપતિ 20 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદી પાસેથી બિયર ટીન મળી આવ્યા બાદ કેસ નહિ કરવાના બદલે કોન્સ્ટેબલે રૂ.1 લાખની માંગ કરી હતી. આ અંગે ફરિયાદીએ ACB માં ફરિયાદ કરી હતી. ACB એ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

રૂ. 1 લાખ લાંચની માંગ : નરગોલ મરીન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ નૈનેશ હળપતિએ એક વ્યક્તિને બિયરના ટીન સાથે પકડ્યો હતો. બાદમાં કેસ નહિ કરવાના બદલામાં તેની પાસેથી રૂ. 1 લાખની માંગણી કરી હતી. જેમાં ફરિયાદીએ સૌ પ્રથમ 50 હજાર રૂપિયા આપ્યા હતા. કોન્સ્ટેબલે બાકીના પૈસા આપવા માંગ કરી હતી. ત્યારે પૈસા નહિ આપવા માંગતા તે વ્યક્તિએ ACB માં ફરિયાદ કરી હતી. જેના આધારે ACB એ ફણસા ચાર રસ્તાથી દમણ જતા રોડ ઉપર ટાટાવાડીળીથી કાલઇ ગામ તરફના રોડની બાજુમાં ACB એ છટકું ગોઠવ્યું હતું. જેમાં ACBએ હેડ કોન્સ્ટેબલને 20 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

જાણો સમગ્ર મામલો : પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, ફરીયાદી પોતાની મોપેડ ઉપર દમણથી કનાડુ પોતાના ઘરે આવતા હતા. તે દરમિયાન પાલીગામ ચાર રસ્તા ખાતે નારગોલ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ મોપેડની તપાસ કરી હતી. ચેકિંગમાં મોપેડની ડીકીમાંથી બે બિયરના ટીન મળી આવ્યા હતા. જે અંગે ફરીયાદીને નારગોલ મરીન પોલીસ સ્ટેશન લઇ આવેલ હતાં. મરીન પોલીસ મથકમાં પોલીસ કર્મચારી નૈનેશ હળપતિએ ફરીયાદીને માર નહી મારવા માટે, મોબાઇલ અને એક્ટિવા જમા નહી થવા દેવા માટે તેમજ દારૂનો ગુનો દાખલ નહી કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે રકઝકના અંતે 70 હાજરમાં નક્કી કરેલ. જે પૈકી 50 હજાર રૂપિયા ફરીયાદીના ભાઇએ જે તે સમયે પોલીસ કર્મચારી નૈનેશભાઇને આપ્યા હતા.

આ લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના 20 હજાર સ્વીકાર્યા હતા. જે દરમ્યાન ACB ટીમને જોઈને આરોપી જંગલી બાવળનાં ખેતરમાં નાસી ગયો હતો. તેને પકડવા જતા અને ACB ટીમની ઓળખ આપવા છતા આરોપીએ સહકાર નહીં આપી ભાગવાની કોશિશ કરતા ACB ટીમના સભ્યોએ જરૂરી બળ પ્રયોગ કરી આરોપીને પકડી લઈ ગુનાના સંદર્ભે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.-- કે. આર. સક્સેના (ACB PI, વલસાડ-ડાંગ)

ACB ની સફળ ટ્રેપ : ફરિયાદીએ બાકીના 20 હજાર જે તે સમયે નહી આપતા પોલીસે ફરીયાદી ઉપર દારૂનો ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત બાકીના 20 હજારની માંગણી ચાલુ રાખી હતી. જેથી ફરીયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો. ACB મદદનીશ નિયામક તથા ACB સુરત એકમના સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણના માર્ગદર્શનમાં વલસાડ-ડાંગ ACB પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર. સક્સેનાએ પોલીસ સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું.

આરોપી નાસ્યો : ACB ટીમને જોઈને આરોપી જંગલી બાવળનાં ખેતરમાં નાસી ગયો હતો. આરોપીને ACB ટીમના સભ્યોએ ઝડપી લીધો હતો. ફરિયાદ અનુસાર ગુનાના સંદર્ભે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Gujarat ACB : લાંચથી અપ્રમાણસર મિલકત વસાવનાર 4 ક્લાસ 1 અધિકારી સહિત 51 અધિકારી કર્મચારી સામે એસીબીની તપાસ
  2. Valsad News : ઉમરગામ મામલતદાર 5 લાખની લાંચ લેતા એસીબીને હાથે ઝડપાયાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.