ETV Bharat / state

Udwada Gram Panchayat : ઉદવાડા ગ્રામ પંચાયતનો કોંગ્રેસી સભ્ય કારમાં દારૂની ખેપ મારતાં ઝડપાયો

author img

By

Published : Jan 21, 2023, 5:57 PM IST

Pardi Police Arrest : ઉદવાડા ગ્રામ પંચાયતનો કોંગ્રેસી સભ્ય કારમાં દારૂની ખેપ મારતાં ઝડપાયો
Pardi Police Arrest : ઉદવાડા ગ્રામ પંચાયતનો કોંગ્રેસી સભ્ય કારમાં દારૂની ખેપ મારતાં ઝડપાયો

ઉદવાડા ગ્રામ પંચાયતના સભ્ય દારૂના કેસમાં ઝડપાયા (Gram Panchayat Member Caught in liquor Case) છે. તેઓની પારડી પોલીસે ધરપકડ કરી હતી. દમણથી ગુજરાતમાં પોલીસની નજરથી બચાવી દારૂની ખેપ આવતી હોય છે તેની સામે આકસ્મિક વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન કોંગ્રેસના વોર્ડ સભ્ય મુકેશ સુરેશ નાયક પકડાયા છે.

આકસ્મિક વાહન ચેકીંગમાં ઝડપાઇ દારુની ખેપ

પારડી દમણથી ગુજરાતમાં પ્રવેશ કરતા અનેક વાહનો ઉપર હાલમાં વાહન ચેકીંગ અભિયાન ચાલી રહ્યું હોય ત્યારે પાતળિયા ચેક પોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમાં હતો. ત્યારે ઇકો કાર ઉપર શંકા જતા ચેકીંગ કરતા તેમાંથી 48 નંગ દારૂ બિયરની બોટલો કિંમત રૂપિયા 4800 ના દારૂ સાથે ઉદવાડા ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય તેમજ ઉદવાડા ગ્રામ પંચાયતમાં કામ કરતા કારકુનને પારડી પોલીસે ઝડપી લેતા ચકચાર મચી ગઇ હતી. મુકેશ સુરેશ નાયક નામનો કોંગ્રેસી સભ્ય કારમાં દારૂ સાથે ઝડપાયો હતો તેની સાથે કારકૂન પણ ઝડપાયો છે.

સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં પ્રવેશતા વાહનો ઉપર પોલીસની લાલ આંખ : સંઘ પ્રદેશ દમણમાં દારૂના વેચાણ ઉપર છૂટ છે. જેને પગલે દમણથી ગુજરાતમાં પ્રવેશતા દારૂ પ્રતિબંધિત વિસ્તારમાં અનેક વાહનચાલકો અને ખેપિયાઓ પોલોસની નજરથી બચાવી દારૂની ખેપ કરતા હોય ત્યારે પારડી પોલીસ દ્વારા દમણ થી ગુજરાતમાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ઉભી કરવામાં આવેલી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરવામાં આવે છે. આજે પણ સાંજના છેડે આકસ્મિક વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાતળિયા ચેક પોસ્ટ ઉપર અનેક વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસી સભ્ય કારમાં દારૂની ખેપ મારતાં ઝડપાયો છે.

આ પણ વાંચો વલસાડમાં દારૂડિયાઓને રાખવા પોલીસે હોલ ભાડે રાખ્યો, 100ની ધરપકડ

દમણથી કારમાં દારુ ભરી ગુજરાતમાં લવાતો હતો દારૂ :પાતળિયા ચેકપોસ્ટ ઉપર આજે પારડી પોલીસે આકસ્મિક વાહનચેકીંગ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં અનેક વાહનો ચેક કરવામાં આવ્યા હતાં. જ્યાં દમણથી આવી રહેલી એક ઇક્કો કાર નંબર જી.જે.15 સી.એફ 6540 આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂ બિયરની કુલ 48 નંગ બોટલો ટીન મળી આવતા અંદાજિત રૂપિયા 4800 નો દારૂ ઇકો કારમાંથી મળી આવ્યો હતો. જેમાં ચાલક તરીકે ઉદવાડા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 1 નો કોંગ્રેસનો સભ્ય મુકેશ સુરેશ નાયક અને વિમલ હીનેસ નાયક ગ્રામ પંચાયતનો કારકુન હોવાનું તેઓ પોલીસ સમક્ષ ઓળખ આપી હતી.

પારડી પોલીસે બન્નેની દારૂ સાથે ધરપકડ કરી છે : પારડી પોલીસ મથકના પીઆઈ મયૂર પટેલે ટેલિફોનિક જણાવ્યા અનુસાર દમણથી આવતી ઇકો કારમાં તેઓ આવી રહ્યા હતાં ત્યારે પોલીસના વાહન ચેકીંગમાં દારૂ સાથે બન્નેને ઝડપી લીધાં હતાં. તેમની પાસેથી 4800 ની કિંમતનો દારૂ કબ્જે લેવાયો છે અને પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો કાર નવી પણ તરકીબ જૂની, LCBએ ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી ઝડપ્યો 250 કિલો ગાંજો

કાર અને દારૂ મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે : વાહન ચેકીંગ દરમ્યાન ઉદવાડા ગ્રામ પંચાયતનો કોંગ્રેસનો ચૂંટાયેલ વોર્ડ નંબર 1 નો સભ્ય મુકેશ નાયક અને ગ્રામ પંચાયતનો કારકુનની પોલીસે ધપરકડ કરી છે. જ્યારે 4800ની કિંમત નો દારૂ 2 લાખ રૂપિયાની ઇકો કાર મોબાઈલ ફોન સહિત તમામ મળી કુલ રૂપિયા 2,04,800 નો મુદ્દામાલ પોલોસે કબ્જે લીધો છે અને પકડાયેલ સામે પ્રોહીબિશન અંગે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વોર્ડ નંબર 1 નો સભ્ય દારૂ સાથે ઝડપાતા રાજકારણ ગરમાયું : ઉદવાડા ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 1નો ચૂંટાયેલ સભ્ય સુરેશ નાયક દારૂ સાથે ઝડપાયો હોવાની માહિતી આસપાસના ગામોના સભ્યો તેમજ સરપંચને થતા પંથકમાં સમગ્ર કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જેને લઈ હાલ તો રાજકારણ ગરમાયું છે. સાથે જ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે ઇકો કારમાં એટલો જથ્થો તેઓ ક્યાં લઈ જતા હતા ? આ અગાઉ પણ તેઓએ દમણથી દારૂ ગુજરાતમાં ઘુસાડ્યો છે કે કેમ તે સમગ્ર બાબત ચર્ચાનો વિષય બની હતી.હાલ તો બન્ને ઝડપાયેલાને પોલીસે જેલની હવા ખવડાવી દીધી છે અને આગળની કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.