ETV Bharat / state

વલસાડ સિવિલના કોવિડ સેન્ટરમાં 2 દર્દીના મોત, પરિજનોએ બેદરકારીનો કર્યો આક્ષેપ

author img

By

Published : Aug 4, 2020, 11:25 AM IST

valsad
valsad

વલસાડની સિવિલ હોસ્પિટલના કોવિડ-19 સેન્ટરની ગંભીર બેદરકારી આવી સામે આવી છે. એક દિવસમાં એક બાદ એક બે કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર ન મળતા દર્દીના મોત થયા હતા. દર્દીઓના મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર યોગ્ય સારવાર આપવામાં આવતી ન હોવાના પરિવારજનોના ગંભીર આક્ષેપ છે.

વલસાડ: જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લામાં પ્રયાસ કરી રહી છે. વલસાડ ખાતે બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થઈ રહ્યાં છે. કોવિડ હોસ્પિટલમાં એક દિવસમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓને પૂરતી સારવાર ન મળતા મોત નિપજ્યાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.

વલસાડની સિવિલ હોસ્પિટલના કોવિડ 19 સેન્ટરમાં 2 દર્દીના મોત થતા
વલસાડની સિવિલ હોસ્પિટલના કોવિડ 19 સેન્ટરમાં 2 દર્દીના મોત થતા

વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાના દર્દીઓ ને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં જરૂરી સારવાર મળતી ન હોવાનો પરિવારજનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઉમરગામના એક દર્દી મોહમદ હુસેન ચુનાવાલાને વાપીથી 108 મારફતે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમના પરિવારને જાણ કરાઈ કે તેમનું મોત થયું છે. જો કે, જ્યારે મોહમદ હુસેનને લાવ્યા ત્યારે જ 108માં મેડિકલ કર્મીએ સિવિલના કર્મચારીને ટકોર કરી હતી કે, ઓક્સિજન જેટલું જોઈએ તેટલું મળી રહ્યું નથી.

મોતની ખબર મળતા પરિવારજનો સિવિલ પર આક્ષેપ કર્યો કે, મોહમદ હુસેનને ઓક્સિન ન આપવાની બેદરકારીને કારણે તેમણે તેમનું સ્વજન ગુમાવવું પડ્યું છે. જેને લઈ પરિવારજનોએ સિવિલ પર હોબાળો મચાવ્યો હતો. રાત્રી દરમિયાન વધુ એક ભરતભાઈ રાઉતને છેલ્લા પાંચ દિવસ થી સારવાર અર્થે લાવવામાં આવ્યા હતાં. તેમનો કોઈ રિપોર્ટ હાજી સુધી આવ્યો નહોતો. તેમ છતાં તેમને પોઝિટિવ દર્દી સાથેના રૂમમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતાં. પરિવારજનને આજે તેમના સ્વજનનું મોત થયું હોવાનું સિવિલ તંત્ર તરફથી જણાવવામાં આવતા તેઓ દ્વિધામાં મુકાઈ ગયા હતાં.

વલસાડની સિવિલ હોસ્પિટલના કોવિડ 19 સેન્ટરમાં 2 દર્દીના મોત થતા

પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, તેમના સ્વજનને વેન્ટીલેટર પર ન મુકવામાં આવતા તેમનું મોત થયું હતું. 5 દિવસ સુધી કરેલી સારવારની ફાઇલ પણ પરિવારજનોને જોવા સુધ્ધાં ન આપી. જેથી પરિવારજનોની શંકા વધુ પ્રબળ બની છે કે, કોવિડ સેન્ટર સિવિલમાં સારવાર નહીં પણ ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે અને દર્દીના મોત થઈ રહ્યાં છે. કોરોના પોઝિટિવ દર્દી સાથે જ નેગેટિવ દર્દીને રાખવામાં આવે છે, એવાં પણ આક્ષેપો કરવામાં આવ્યા હતાં.

તાજેતરમાં વગર રિપોર્ટે મોત થતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં પરિવારના સભ્યો એકઠા થતા હોસ્પિટલ પર પોલીસ બંધોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વારંવાર હોસ્પિટલની બેદરકારીના કારણે લોકોના મોત થતા હોવા છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર તથા હોસ્પિટલ તંત્ર સમગ્ર મામલે સૂચક મૌન જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.