ETV Bharat / state

દમણગંગા નદીમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યાં, 2નો આબાદ બચાવ એક ગુમ

author img

By

Published : Oct 12, 2019, 2:18 AM IST

દમણગંગા નદીમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યાં 2નો આબાદ બચાવ એક ગુમ

વાપી : શહેરની વિનર્સ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચ્યા હતાં. જેથી સજાના ભાગ રૂપે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળવાથી વિદ્યાર્થીઓ મજા માણવા દમણગંગા નદીમાં ન્હાવા માટે પહોંચી ગયાં હતાં. જેમાં ત્રણેય વિદ્યાર્થીઓ ડૂબવા લાગતાં સ્થાનિકો દ્વારા બે વિદ્યાર્થીને બચાવવામાં આવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીની હજી સુધી કોઈ ભાળ નથી.


નદીમાંથી બે વિદ્યાર્થીઓને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યા હતા. પરંતુ ત્રીજા વિદ્યાર્થીની કોઈ ભાળ ન મળતા સ્થાનિકો સહિત ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી છે. સ્કૂલમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ ઘરે જવાની જગ્યાએ દમણ ગંગા નદીમાં ન્હાવા પડ્યાં હતાં. કાંઠેથી વિદ્યાર્થીઓના શૂઝ અને ડ્રેસ મળી આવ્યાં હતાં. હાલ એક વિદ્યાર્થીની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર ઘટના અંગે વાલીઓને જાણ થતાં ત્રણેય વિદ્યાર્થીઓના માતા-પિતા દમણગંગા નદીના કિનારે પહોંચી ગયા હતાં.

દમણગંગા નદીમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યાં 2નો આબાદ બચાવ એક ગુમ
આ અંગે ગુમ થયેલ સૌભાગ્ય નામના વિદ્યાર્થીના વાલીઓએ સ્કૂલની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. જ્યારે શાળાના પ્રિન્સિપાલ રાજેશ્રી પટેલે જણાવ્યું હતું કે કુલ પાંચ વિદ્યાર્થીઓ જેમાં સત્યમ, અંકિત, દિપાંશું અને સૌભાગ્ય શાળાએ ગેટથી અંદર આવ્યા જ નથી. તેઓ છેલ્લા ઘણા સમયથી શાળાએ અનિયમિત હતા.જો કે હાલ તો દમણગંગા નદીના પ્રવાહમાં ડૂબી જનાર વિદ્યાર્થીની તરવૈયાઓ દ્વારા તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી કોઈપણ જાણકારી મળી નથી. વિદ્યાર્થીની શોધખોળ માટે વાપી ફાયર, નોટિફાઇડ ફાયર, પોલીસ અને ચંદ્રપુરની તરવૈયા ટીમને પણ હોડી સાથે બોલાવી 11 વાગ્યાથી સતત સાંજ સુધી શોધખોળ કરી હતી. જેમાં વિદ્યાર્થીનો પત્તો નહીં મળતા હવે 24 કલાક બાદ વધુ શોધખોળ હાથ ધરશે.
Intro:વાપી :- સ્કૂલમાં મોડા પડતા સ્કૂલેથી ઘરે જવાને બદલે દમણગંગા નદીમાં ન્હાવા ગયેલાં 3 વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી જતા ચકચાર મચી ગઇ છે. જો કે ડૂબતાં વિદ્યાર્થીઓ અંગે સ્થાનિકોને જાણ થતાં બે વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. જ્યારે એકનો પતો ન મળતાં સ્થાનિકો સહિત તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. 


Body:વાપી નજીક આવેલ ડુંગરાની વિનર્સ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચ્યા હતાં. જેથી સજાના ભાગ રૂપે વિદ્યાર્થીઓને કાઢી મુકાયા હતાં. સ્કૂલમાંથી સજા મળ્યા બાદ ઘરે ઠપકો મળશે તે માટે વિદ્યાર્થીઓ મજા માણવા દમણગંગા નદીમાં નાહવા માટે પહોંચી ગયાં હતાં. જેમાં ત્રણેય વિદ્યાર્થીઓ ડૂબવા લાગતાં સ્થાનિકોએ બે ને બચાવી લીધા હતાં.


જ્યારે ત્રીજો વિદ્યાર્થી મળ્યો ન હોવાથી સ્થાનિકો સહિત ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. સ્કૂલમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ ઘરે જવાની જગ્યાએ દમણ ગંગા નદીમાં નહાવા પડ્યાં હતાં. કાંઠેથી વિદ્યાર્થીઓના શૂઝ અને ડ્રેસ મળી આવ્યાં હતાં. હાલ એક વિદ્યાર્થીની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર ઘટના અંગે વાલીઓને જાણ થતાં ત્રણેય વિદ્યાર્થીઓના માતા-પિતા દમણગંગા નદીના કિનારે પહોંચી ગયા હતાં. એક વિદ્યાર્થીનો પતો ન મળ્યો હોવાથી વાલીઓએ ભારે હૈયે આક્રંદ કરી મુક્યું હતું.


આ અંગે જેની શોધખોળ હાથ ધરી છે તે સૌભાગ્ય નામના વિદ્યાર્થીના વાલીઓએ સ્કૂલની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. અને શા માટે વાલીઓને જાણ નથી કરી. આજે પરિવારના સભ્યોને ચિંતામાં મૂકી દીધા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે શાળાના પ્રિન્સિપાલ રાજેશ્રી પટેલે જણાવ્યું હતું કે કુલ પાંચ વિદ્યાર્થીઓ જેમાં  સત્યમ, અંકિત, દિપાંશું અને સૌભાગ્ય શાળાએ ગેટથી અંદર આવ્યા જ નથી તેઓ છેલ્લા ઘણા સમયથી શાળાએ અનિયમિત હતા.

Conclusion:જો કે હાલ તો દમણગંગા નદીના પ્રવાહમાં ડૂબી જનાર વિદ્યાર્થીની તરવૈયાઓ દ્વારા તપાસ હાથ ધરી છે. જેની ભાળ મોડી સાંજ સુધી મળી નથી. વિદ્યાર્થીની શોધખોળ માટે વાપી ફાયર, નોટિફાઇડ ફાયર, પોલીસ અને ચંદ્રપુર ની તરવૈયા ટીમને પણ હોડી સાથે બોલાવી 11 વાગ્યાથી સતત સાંજ સુધી શોધખોળ કરી હતી. જેમાં વિદ્યાર્થીનો પત્તો નહીં મળતા હવે 24 કલાક બાદ વધુ શોધખોળ હાથ ધરશે. જ્યારે હાલ સૌભાગ્ય ની ભાળ નહીં મળતાં તેમના પરિવારમાં ગમગીનીનું મોજું ફરી વળ્યું છે.


Bite :- અરુણનાથ, સૌભાગ્યના સંબંધી

Bite :- રાજેશ્રી પટેલ, પ્રિન્સિપાલ, વિનર્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ડુંગરા, વાપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.