વાપી GIDCમાં નોટિફાઇડ દ્વારા વર્ષો જુની વિવિધ ટેક્સ પેટેની રકમ વસૂલવા કડક કાર્યવાહી

author img

By

Published : Jun 24, 2022, 2:49 PM IST

વાપી GIDCમાં નોટિફાઇડ દ્વારા વર્ષો જુની વિવિધ ટેક્સ પેટેની રકમ વસૂલવા કડક કાર્યવાહી

વાપી GIDCમાં નોટિફાઇડ દ્વારા રહેણાંક અને ઔદ્યોગિક એકમોના મિલકતધારકોને નોટિસ પાઠવી પાણી-વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરતા મિલકત(Tax collection in Vapi) ધારકોમાં ફફડાટ ફેલાયો છે. નોટિફાઇડ દ્વારા આગામી સમયમાં 150 કરોડથી વધુના વિકાસના (Strict tax collection)કામો હાથ ધરવાના છે. જે માટે આ વર્ષો જૂના ટેક્સની વસૂલાત માટે કડક ઉઘરાણી હાથ ધરી છે.

વલસાડઃ વાપી GIDCમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વર્ષો જૂની વિવિધ ટેક્સ પેટેની રકમ વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં મિલકતધારકોને નોટિસ પાઠવી પાણી કનેક્શન કાપવા સહિત વીજ કનેક્શનને પણ કાપવાની કામગીરી હાથ ધરતા કેટલાક મિલકત ધારકોએ ટેક્સની રકમ જમા કરી દીધી છે. જેનાથી નોટિફાઇડની તિજોરીમાં આવક વધી છે. આવનારા દિવસોમાં અંદાજિત 150 કરોડથી વધુના વિકાસના કામોનું આયોજન શક્ય બન્યું છે.

વસૂલવા

3 કરોડ જેટલી વસુલાત કરી - વાપી નોટિફાઇડ દ્વારા હાલ ડ્રેનેજ પેટે લેવાતો ટેક્સ ભરવામાં મિલકતધારકોએ ઉદાસીનતા દાખવતા આખરે નોટિફાઇડ વિભાગે લાલ આંખ કરી કડક પગલાં ભરી દોઢ મહિનામાં 3 કરોડ જેટલી વસુલાત કરી છે. આ અંગે નોટિફાઇડ ના ચીફ ઓફિસર ડી. બી. સગરે જણાવ્યું હતું કે, નોટિફાઇડ વિસ્તારમાં આગામી દિવસોમાં માર્ગો, પાણી ડિસ્ટ્રીબ્યુશન લાઇન, હાઉસીંગની ડ્રેનેજ અપગ્રેડ કરી STP પ્લાન્ટ સ્થાપવા સહિતના અંદાજિત 150 કરોડથી વધુના પ્રોજેકટ હાથ ધરવાના છે. જે માટે વર્ષો જુના ડ્રેનેજ, પાણી નો ટેક્સ વસૂલવા કડક ઝુંબેશ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો રોકડા પૈસા નથી તેવું બહાનું નહી ચાલે, પોલીસ ડિઝિટલ પેમેન્ટથી વસૂલશે

5 લાખથી 25 લાખ સુધીના લેણા વર્ષોથી બાકી - નોટિફાઇડ દ્વારા મિલકતધારકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેમાં જૂની અને જર્જરિત ઇમારતોથી કોઈ નુકસાન ના થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરી તેવી મિલકત ધરાવતા મિલકતધારકોને નોટિસ આપી છે. એ જ રીતે નોટિફાઇડ દ્વારા GIDC વિસ્તારમાં આવેલ હાઉસિંગ સોસાયટીની ટેક્સની રકમ વસૂલવા પાણી કનેક્શન કટ કર્યા છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી કનેક્શન કાપ્યા બાદ વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે. આ મિલકત ધારકો પાસેથી નોટિફાઇડ દ્વારા ડ્રેનેજ વેરા પેટે 5 લાખથી 25 લાખ સુધીના લેણા વર્ષોથી બાકી છે.

ઉત્તમ સુવિધા પૂરી પાડવાની નેમ - નોટિફાઇડ આ કડક કાર્યવાહી કરી વર્ષો જૂની ટેક્સની લેણી રકમ ઉઘરાવી ભંડોળ એકઠું કરવા માંગે છે. જે બાદ મહત્વના વિકાસના પ્રોજેકટ માટે સરકારની યોજનાનો લાભ અને સહાય લઈ મિલકતધારકોને ઉત્તમ સુવિધા પૂરી પાડવાની નેમ ધરાવે છે. જો કે પાછલા કેટલાક સમયથી નોટિફાઇડ એરિયામાં નવા વિકાસના કામો થઈ રહ્યા છે. પ્રિમોન્સૂન કામગીરીને લઈને ગટર સાફસફાઇના કાર્ય હાથ ધર્યા છે. પાણી ભરાવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પાકી ગટર બનાવી લોકો તેમાં કચરોના નાખે તે માટે અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ટેક્સ રિકવરી કરવાની વ્યૂહરચના અને નીતિ ખંડણી વસૂલવા જેવી છે: હાઇકોર્ટ

ડ્રેનેજ વેરાની કડક વસુલાત કરતા અન્ય મિલ્કતધારકોમાં ફફડાટ - ઉલ્લેખનીય છે કે નોટિફાઇડ દ્વારા વાપી GIDC માં આવેલ નંદવાણા, નાથાણી મશીનરી, વન્ડર કેમ, આર. એ. શેખ, એસ. જે. એન્જીનીયરીંગ જેવા એકમો ધરાવનાર 10 થી વધુ મિલકતધારકો તેમજ રવેશિયા, હિમાલા જેવી રેસિડેન્સીયલ સોસાયટીના ફ્લેટ ધારકોને આ નોટિસ આપી ડ્રેનેજ વેરાની કડક વસુલાત કરતા અન્ય મિલ્કતધારકોમાં ફફડાટ ફેલાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.