ETV Bharat / state

દારૂની મહેફિલઃ બર્થ ડે પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, 32.18 લાખના મુદ્દામાલ સાથે 19ની ધરપકડ

author img

By

Published : Jul 3, 2020, 4:39 PM IST

દારૂની મહેફિલ
દારૂની મહેફિલ

કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતમાં દરૂની રેલમછેલ ઓછી થઈ નથી. આ દરમિયાન બર્થ ડે પાર્ટી માણતા 19 લોકોની વાપી ડુંગરા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 403 નંગ બિયર સહિત 32,18,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂની મહેફિલ ગુરૂવાર રાત્રે લવાછા-પીપરિયા વિસ્તારની એક આંબાવાડીમાં ચાલતી હતી.

વાપી: વાપી ડુંગરા પોલીસે ગુરૂવારી રાત્રે લવાછા-પીપરિયા વિસ્તારની એક આંબાવાડીમાં ચાલતી દારૂની મહેફિલમાં રેડ કરી હતી. બર્થ ડે પાર્ટીની આ મહેફિલમાં પોલીસે બર્થ ડે બોય સહિત 19 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ વાહનો અને બિયરના જથ્થા સાથે કુલ 32,18,830 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બર્થ ડે પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ

મુદ્દામાલની વિગત

  • 403 નંગ બિયર કિંમત રૂપિયા 40,300
  • 22 મોબાઈલ કિંમત રૂપિયા 98,500
  • 3 કાર અને 12 બાઈક કિંમત રૂપિયા 30,65,000
  • 10,930 રોકડ રકમ
  • અન્ય સામાન સહિત કુલ મુદ્દામાલ કિંમત 32,18,830

આ અંગે ડુંગરા પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ ડુંગરા પોલીસને બાતમી મળી હતી કે, લવાછા-પીપરિયા ગામમાં દમણગંગા નદી કિનારે આવેલા એક આંબાવાડીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે. પોલીસે આ બાતમી આધારે આંબાવાડીમાં રેડ કરતા 19 ઈસમો(22થી 35)ને વર્ષના યુવાનો બિયરની મોજ માણતા ઝડપાયા હતા.

દારૂની મહેફિલ
ડુંગરા પોલીસે ગુરૂવારી રાત્રે લવાછા-પીપરિયા વિસ્તારની એક આંબાવાડીમાં ચાલતી દારૂની મહેફિલમાં રેડ કરી

પોલીસે હાલ કોરોના મહામારી ચાલી રહી છે, તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના અને ગેરકાયદેસર દારૂની મહેફિલ માણતા આનંદ રમેશ પટેલ સહિત 19 યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે આ સાથે સ્થળ પરથી 40,300 રૂપિયાની કુલ 403 નંગ બિયર, 98,500 રૂપિયાના કુલ 22 મોબાઈલ, 3 કાર અને 12 બાઇક સાથે કુલ 30,65,000ના 15 વાહનો, અંગઝડતીમાંથી મળેલા 10,930 રૂપિયા રોકડ રકમ, ઉપરાંત ટેબલ ખુરશીઓ મળી કુલ 32,18,830 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દારૂની મહેફિલ
3 કાર અને 12 બાઈક કિંમત રૂપિયા 30,65,000 જપ્ત

પોલીસે આ બિયરની મહેફિલમાં કુલ 19 લોકો અને બિયર પૂરો પાડનારા અન્ય ઈસમ મળી 20 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ નબીરાઓ મૂળ સેલવાસના હોય અને ગુજરાતની હદમાં આવેલા લવાછા ગામની આંબાવાડીમાં મહેફિલ માણતા હતા.

આ શરાબપ્રેમીઓની ડુંગરા પોલીસે ધરપકડ કરી PSI જયદીપસિંહ ચાવડાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ખળભળાટ સર્જનારી આ રેઇડમાં સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ દારૂ પૂરો પાડનારા વોન્ટેડ યુવક સેલવાસ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખનો નબીરો હોવાનું જાણવા મળ્યું છે.

દારૂની મહેફિલ
દારૂની મહેફિલ માણતા આનંદ રમેશ પટેલ સહિત 19 યુવકોની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો સદંતર નિષ્ફળ ગયો હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય હિંદુ મહાસભા ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતમાં દારૂબંધી હટાવી રાજ્ય સરકારે દારૂની છૂટ આપવા અંગે માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.