ETV Bharat / state

દમણના દરિયામાં નહીં છોડી શકાય ઉદ્યોગોનું પ્રદુષિત પાણીઃ સુપ્રીમ કોર્ટ

author img

By

Published : Apr 17, 2019, 4:20 PM IST

સ્પોટ ફોટો

વલસાડઃ જિલ્લાના પ્રદુષણને અંકુશમાં લાવવા માટે કેમિકલયુક્ત પાણીને CETPમાં ટ્રીટ કરી આઉટલેટ વાટે દમણના દરિયામાં ઠાલવવા પાઇપલાઇન નાખવાનું આયોજન કરાયું હતું. જે અંગે જરૂરી મંજૂરીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ તરફ NGT એ પણ આ મામલે નિર્દેશ આપતાં દમણ પ્રશાસને NGTના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પાઇપલાઇન નાખવાના મુદે સ્ટે આપી દીધો છે. જેને લઇને વાપીના ઉદ્યોગોને ફટકો પડયો છે. જો કે, અગાઉ પણ દમણ પ્રશાસને માછીમારોને નુકસાન થવાની ભીતિ અંગે પાઇપલાઇનનો વિરોધ કર્યો હતો.

વાપીના પ્રદુષણ અંગે લાંબા સમયથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT)માં કેસ ચાલી રહ્યો છે. NGT એ આ કેસમાં વાપી CETP આઉટલેટથી દમણ દરિયા સુધી પાઇપ લાઇન નાખવા અંગે નિર્દેશ કર્યો હતો, પરંતુ દમણ પ્રશાસન દ્વારા માછીમારોની રોજગારીને થઇ રહેલી અસરના કારણે પાઇપલાઇન નાખવાનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે દમણ પ્રશાસને NGTમાં જવાબ પણ રજુ કર્યો હતો. લાંબા સમયથી ચાલતાં આ પ્રકરણમાં દમણ પ્રશાસને સુપ્રીમમાં અરજી કરી હતી. જેનો ચુકાદો દમણ પ્રશાસન તરફ આવતા હાલ દરિયામાં પાઇપલાઇન મારફતે પ્રદુષિત પાણી નહીં છોડી શકાય તેવો સ્ટે સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

વલસાડ
ઉદ્યોગોનું પ્રદુષિત પાણી

છેલ્લા બે વર્ષથી આ અંગે પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન એન્વાયરોના બોર્ડમાં પણ પાઇપલાઇન નાખવા અંગેની મંજુરી આપી દેવામાં આવી છે. ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી શરૂ થવાની હતી, પરંતુ હાલમાં દમણ પ્રશાસને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મેળવી લીધો છે. જેથી ગુજરાતની સરહદ સુધી જ પાઇપલાઇન નાખી શકાશે.

દમણના માછીમારોના મતે વાપીના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દમણના દરિયામાં નાખવામાં આવે તો માછીમારોને સૌથી વઘારે નુકસાન થાય તેમ છે. પ્રદુષિત પાણીથી માછલીઓ મૃત્યુ પામે છે. જેના કારણે માછીમારોની રોજીરોટી છીનવાઇ શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમકોર્ટમાંથી સ્ટે મળતાં દમણના દરિયામાં વાપી CETP અને વાપીના ઉદ્યોગકારોનો પાઇપલાઇન પ્રોજેકટ પાઈપલાઈનમાં જ રહી ગયો છે. હવે આ અંગે સામેપક્ષે પણ દલીલ કરાશે એટલે કે વાપી એસ્ટેટમાંથી સુપ્રિમકોર્ટમાં જવાબો રજુ કરવામાં આવશે. બંને પક્ષોની સુનાવણી બાદ સુપ્રીમકોર્ટ અંતિમ નિર્ણય કરશે.

Slug :- સુપ્રીમ નો સ્ટે.... દમણના દરિયામાં નહીં છોડી શકે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી                                                                                            

વાપી :- વાપીના પ્રદુષણને અંકુશમાં લાવવા માટે કેમિકલયુક્ત પાણીને CETP માં ટ્રીટ કરી આઉટલેટ વાટે દમણના દરિયામાં ઠાલવવા  પાઇપલાઇન નાખવાનું આયોજન કરાયું હતું. જે અંગે જરૂરી મંજૂરીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ તરફ NGT એ પણ આ મામલે નિર્દેશ આપતાં દમણ પ્રશાસને NGT ના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પાઇપલાઇન નાખવાના મુદે સ્ટે આપી દીધો છે. જેને લઇ વાપીના ઉદ્યોગોને ફટકો પડયો છે. જો કે અગાઉ પણ દમણ પ્રશાસને માછીમારોને નુકસાન થવાની ભીતિ અંગે પાઇપલાઇનનો વિરોધ કર્યો હતો. 

વાપીના પ્રદુષણ અંગે લાંબા સમયથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં NGT)માં કેસ ચાલી રહ્યો છે. NGT એ આ કેસમાં વાપી CETP આઉટલેટથી દમણ દરિયા સુધી પાઇપ લાઇન નાખવા અંગે નિર્દેશ કર્યો હતો. પરંતુ દમણ પ્રશાસન દ્વારા માછીમારોની રોજગારીને થઇ રહેલી અસરના કારણે પાઇપલાઇન નાખવાનો વિરોધ કર્યો હતો. આ મુદે દમણ પ્રશાસને NGT માં જવાબ પણ રજુ કર્યો હતો. લાંબા સમયથી ચાલતાં આ પ્રકરણમાં દમણ પ્રશાસને સુપ્રીમમાં અરજી કરી હતી. જે નો ચુકાદો દમણ પ્રશાસન તરફ આવતા. હાલ દરિયામાં પાઇપલાઇન વાટે પ્રદુષિત પાણી નહીં છોડી શકે તેવો સ્ટે સુપ્રીમે આપ્યો છે. 

આ અંગે છેલ્લા બે વર્ષથી પાઇપલાઇન નાખવાનું આયોજન કરાયું છે. ગ્રીન એન્વાયરોના બોર્ડમાં પણ પાઇપલાઇન નાખવા અંગેની મંજુરી આપી દેવામાં આવી છે. ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી શરૂ થવાની હતી, પરંતુ હાલમાં દમણ પ્રશાસને આ મુદે સુપ્રિમકોર્ટમાંથી સ્ટે મેળવી લીધો છે. જેથી ગુજરાતની સરહદ સુધી જ પાઇપલાઇન નાખી શકાશે. 

દમણના માછીમારોના મતે વાપીના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દમણના દરિયામાં નાખવામાં આવે તો માછીમારોને સૌથી વઘારે નુકસાન થાય તેમ છે. પ્રદુષિત પાણીથી માછલીઓ મૃત્યુ પામે છે. જેના કારણે માછીમારોની રોજીરોટી છિનવાઇ શકે તેમ છે. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમકોર્ટમાંથી સ્ટે મેળતાં દમણના દરિયામાં વાપી CETP અને વાપીના ઉદ્યોગકારોનો પાઇપલાઇન પ્રોજેકટ પાઈપલાઈનમાં જ રહી ગયો છે. હવે આ અંગે સમેપક્ષે પણ દલીલ કરાશે. એટલે કે વાપી એસ્ટેટમાંથી સુપ્રિમકોર્ટમાં જવાબો રજુ કરવામાં આવશે. બંને પક્ષોની સુનાવણી બાદ સુપ્રિમકોર્ટ ફાઇનલ નિર્ણય કરશે.


Photo spot





ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.