ETV Bharat / state

ચૂંટણી જાહેર થયા બાદ PM મોદી પહેલી વખત આવશે કપરાડા,તૈયારીને આખરીઓપ

author img

By

Published : Nov 5, 2022, 4:04 PM IST

Updated : Nov 5, 2022, 4:43 PM IST

વડાપ્રધાન બન્યા પછી મોદી કાલે પહેલી વખત આવશે કપરાડા, ગજવશે જનસભા
વડાપ્રધાન બન્યા પછી મોદી કાલે પહેલી વખત આવશે કપરાડા, ગજવશે જનસભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વલસાડના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કપરાડા નાનાપોઢા ખાતે (PM Modi Public Meeting at Kaprada) વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ શરૂ (PM Modi Program Preparation) કરી દેવામાં આવી છે. હાલ જંગલ મંડળીના મેદાન ઉપર મોટું સામિયાણું લગાવવામાં આવ્યું છે. જોકે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલી વખત (PM Modi Public Meeting at Kaprada) કપરાડા આવી રહ્યા છે.

વલસાડ રાજ્યમાં ચૂંટણી જાહેર (Gujarat Assembly Elections) થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આવતીકાલે (6 નવેમ્બરે) કપરાડા તાલુકામાં પ્રથમ ચૂંટણી સભા સંબોધશે. જોકે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પહેલી વખત કપરાડા (PM Modi Public Meeting at Kaprada) આવી રહ્યા છે.

કાર્યક્રમ સ્થળ પર અધિકારીઓનો જમાવડો

કાર્યકર્તાઓ અને અગ્રણીઓ રહેશે ઉપસ્થિત વડાપ્રધાનની આ સભામાં પાંચેય વિધાનસભા બેઠકમાંથી (Valsad Assembly Seats) મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમ જ અગ્રણીઓ તેમને સાંભળવા માટે કાર્યક્રમમાં આવશે, જે માટેની બેઠક વ્યવસ્થાઓ તેમ જ પ્રાથમિક સુવિધાઓ સ્થળ ઉપર ઊભી કરવામાં આવી છે. આ માટેની તૈયારીના (PM Modi Program Preparation) ભાગરૂપે અહીં આગળ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ફોજ છેલ્લા 4 દિવસથી સતત પ્રયત્નશીલ છે.

PM બન્યા પછી પહેલી વખત આવશે મોદી વડાપ્રધાન (PM Modi Public Meeting) બન્યા બાદ પ્રથમ વાર તેઓ કપરાડા આવી રહ્યા છે પાણી પૂરવઠા અને નર્મદા કલ્પસર વિભાગના સ્વતંત્ર હવાલો સંભાળતા પ્રધાન જિતુ ચૌધરીએ (Jitu Chaudhary Minister) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2012માં (PM Narendra Modi) છેલ્લે કપરાડા ખાતે (PM Modi Public Meeting at Kaprada) તેમની સભા સંબોધવા માટે આવ્યા હતા. જોકે, વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમવાર ફરીથી કપરાડા ખાતે આવી રહ્યા છે, જેમના કાર્યક્રમોમાં આવવા માટે સ્થાનિક જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ કાર્યક્રમની વિગતો આપી વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi Public Meeting) સભામાં 5 વિધાનસભા બેઠકોમાંથી (Valsad Assembly Seats) અનેક લોકોને લઈ જવા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. તેમ જ સ્થળ ઉપર લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની પણ વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં આગળ 60,000થી પણ વધુ લોકોની જનમેદની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ માટે મોટું સામ્યણું બનાવવામાં આવ્યું છે અને ખુરશીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

કાર્યક્રમ સ્થળ પર અધિકારીઓનો જમાવડો કાર્યક્રમ સ્થળ ઉપર છેલ્લા 4 દિવસથી અનેક અધિકારીઓની વિઝીટ ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ સભા કપરાડાના નાનાપોંડા ખાતે યોજવામાં આવશે, જે માટેની તૈયારીને (PM Modi Program Preparation) આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે કાર્યક્રમ સ્થળ ઉપર એટલે કે, જંગલ મંડળીના મેદાન ઉપર બનાવવામાં આવેલા સામિયાણામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે અનેક અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી રહ્યા છે. જોકે, કાર્યક્રમમાં સુરક્ષા અને કાયદો જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે.

પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ સ્થળના નિરીક્ષણ માટે હાલ સુરત રેન્જ આઈજી પણ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આમ, હાલ તો કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ મોરચાઓ કાર્યકર્તાઓ સરપંચો સહિત અનેક લોકો વિશેષ તૈયારીમાં (PM Modi Program Preparation) લાગી ચૂક્યા છે.

Last Updated :Nov 5, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.