વલસાડ-વાપીમાં પેટ્રોલ 3 રૂપિયા 5 પૈસાના વધારા સાથે 72.88 રૂપિયા પ્રતિ લીટર રહ્યું હતું. જ્યારે ડીઝલ 1 રૂપિયો 16 પૈસાના વધારા સાથે 69.96 રૂપિયા પ્રતિ લિટર રહ્યું છે. તો આ તરફ સંઘપ્રદેશ દમણ દિવમાં પેટ્રોલ 5 પૈસાના ઘટાડા સાથે 73.47 રૂપિયા પ્રતિ લીટર સાથે વાપી-વલસાડથી 0.59 પૈસા મોંઘુ જ્યારે ડીઝલ 67.61 રૂપિયા પ્રતિ લીટર સાથે 2.35 પૈસા સસ્તું બન્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 5 પૈસાના વધારા સાથે પેટ્રોલ 73.07 રૂપિયા પ્રતિ લિટર રહ્યું હતું. જે વલસાડ વાપીથી 0.19 પૈસા મોંઘુ બન્યું છે. ડીઝલ 9 પૈસાના વધારા સાથે 67.23 રૂપિયા પ્રતિ લિટર રહેતા વાપી વલસાડથી 2.73 પૈસા સસ્તુ રહ્યું હતું. દમણ-દીવ કરતા દાદરા નગર હવેલીમાં પેટ્રોલ 40 પૈસા સસ્તુ છે. ડીઝલ પ્રતિ લિટર 38 પૈસા સસ્તું છે. ટૂંકમાં વાપી-વલસાડ અને દમણની તુલનાએ દાદરા નગર હવેલીમાં ડીઝલ સસ્તુ છે. તો સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીની તુલનામાં પેટ્રોલ અને ડીઝલ બને દાદરા નગર હવેલીમાં સસ્તા છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ટેક્સમાં રાહત અપાતા પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયાથી લઇને 5 રૂપિયા સુધી ગુજરાતના શહેરો કરતા સસ્તું મળતું હતું. જેને કારણે કેન્દ્રશાસિત પ્રદેશના જ નહી પરંતુ વલસાડ જિલ્લાના અને અન્ય રાજ્યોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવતા વાહનચાલકો દમણ-દાદરા નગર હવેલીના પેટ્રોલપંપ પર બે પૈસા બચાવવાની આશામાં પેટ્રોલ કે ડીઝલ જરૂર પુરાવતા હતાં.
પરંતુ પેટ્રોલિયમના ભાવમાં ગુજરાત સરકારે ટેક્સ રાહતમાં ઘટાડો કરતા ગુજરાત અને સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીમાં આસમાની ફરક નજીવા પૈસા પર આવી ગયો છે. તેમા પણ વર્ષ 2018-19માં અનેક વખત વાપી અને સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં પેટ્રોલના દર એકસમાન રહ્યા છે. તેમજ સંઘપ્રદેશ કરતા સસ્તા પણ થયા છે.
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલ કોમોડીટીમાં આવે છે અને તે આયાત કરવું પડે છે. જેના પેગડામાં ફીટોફીટ રીતે પગ નાખી શકે તેવું બીજુ વૈકલ્પિક બળતણ છે જ નહી. પેટ્રોલિયમમાં લિટર દીઠ એટલી ઉર્જા છે કે, જે માટે યુરેનિયમ-235, પ્લુટોનિયમ-239, યુરેનિયમ-238ને બાદ કરતા બીજા એકેય બળતણમાં નથી. ઇથાનોલ, બાયોડીઝલ, એલપીજી, હાઇડ્રોજન વગેરે બળતણોમાં પેટ્રોલની તથા ડીઝલની તુલનાએ લીટર દીઠ ઘણી ઓછી ઉર્જા મળે છે.
બીજું પેટ્રોલિયમ કરોડો વર્ષ થયે કુદરતે ભૂગર્ભમાં રાખેલું તૈયાર બળતણ છે. જ્યારે તેના વૈકલ્પિક બળતણો અમુક માત્રામાં ઉર્જાનો ખર્ચ કરી બનાવવા પડે છે. જેથી સરેરાશ ખર્ચ લાભનો હિસાબ બેસતો નથી. જો કે, તેમ છતા આ અંગે વર્ષોથી સંશોધનો ચાલે છે. જે ક્યારેક તો લેખે લાગશે. પરંતુ ત્યાં સુધીમાં પેટ્રોલિયમ બજારમાં રોજેરોજની ભાવ વધઘટની માથાકૂટ સહન કરવી જ રહી.