ETV Bharat / state

ચૈત્રી નવરાત્રિ નિમિતે અષ્ટમીનો હવન કરીને નવરાત્રિ પર્વનું સમાપન કરાયું

author img

By

Published : Apr 21, 2021, 11:08 AM IST

Updated : Apr 21, 2021, 1:55 PM IST

અષ્ટમીનો હવન કરીને નવરાત્રિ પર્વનું સમાપન કરાયું
અષ્ટમીનો હવન કરીને નવરાત્રિ પર્વનું સમાપન કરાયું

સમગ્ર વિશ્વ સહિત વલસાડ જિલ્લો કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે આ કોરોનાકાળ વચ્ચે ચાલી રહેલી ચૈત્રી નવરાત્રિમાં મંગળવારે અષ્ટમીનો હવન કરી નવરાત્રિ પર્વનું સમાપન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મહાગૌરી માતાજીની પૂજા કરી હવનમાં નારિયેળ બીડૂ હોમી માતાજી દેશ અને વિશ્વમાંથી કોરોનાનો નાશ કરે તેવી પ્રાર્થના કરી હતી.

  • ચૈત્રી નવરાત્રિ નિમિતે અષ્ટમીના હવનનું ખાસ મહત્વ
  • અષ્ટમીના દિવસે મહાગૌરી માતાજીનું પૂજન કરવામાં આવે
  • માતાજી દેશ અને વિશ્વમાંથી કોરોનાનો નાશ કરે તેવી પ્રાર્થના કરાઇ

વાપી(વલસાડ) : ચૈત્રી નવરાત્રિ નિમિતે અષ્ટમીના હવનનું ખાસ મહત્વ છે. આ દિવસે મહાગૌરી માતાજીનું પૂજન કરી હવનમાં નારિયેળ બીડૂ હોમી નવરાત્રિ પર્વનું સમાપન કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે અષ્ટમીના હવનમાં યજમાન અને મહારાજ 2 વ્યક્તિઓએ જ હવનમાં નારિયેળ પધરાવી કોરોનાનો માતાજી નાશ કરે દેશમાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી.

અષ્ટમીનો હવન કરીને નવરાત્રિ પર્વનું સમાપન કરાયું

2 વર્ષથી અનુગ્રહ સિંઘાણીયા ખૂબ સાદાઈથી પણ પૂરા ભક્તિભાવથી માતાજીની આરાધના કરે

વાપીમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના માટે મંદિરોમાં ભવ્ય આયોજન થાય છે. વાપીમાં છેલ્લા 18 વર્ષથી અનુગ્રહ સિંઘાણીયા પણ ચૈત્રી નવરાત્રિ પર્વનું આયોજન કરી માતાજીની સ્થાપના કરી પૂજા, અર્ચના અને મહાપ્રસાદનું આયોજન કરે છે. અષ્ટમીના મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોની હાજરીમાં હવનનું આયોજન કરે છે. જો કે, છેલ્લા 2 વર્ષથી અનુગ્રહ સિંઘાણીયા ખૂબ સાદાઈથી પણ પૂરતા ભક્તિભાવથી માતાજીની આરાધના કરે છે.

આ પણ વાંચો : અંબાજી મંદિરમાં ઓનલાઇન દર્શનનું આયોજન, 20 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન


પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા માટે ઋષિમુનિઓએ તપ કર્યુ હતું


આ વર્ષના આયોજન અંગે વિગતો આપતા અનુગ્રહ સિંઘાણીયાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા માટે ઋષિમુનિઓએ તપ કર્યુ હતું. જે તપ પછી પૃથ્વી પર રાક્ષસોનો સંહાર કરવા અને ધર્મનો ઉદય કરવા માતાજીએ અવતાર ધારણ કર્યો હતો. ચૈત્રી નોમના ભગવાન રામે જન્મ લીધો હતો.

અષ્ટમીનો હવન કરીને નવરાત્રિ પર્વનું સમાપન કરાયું
અષ્ટમીનો હવન કરીને નવરાત્રિ પર્વનું સમાપન કરાયું

આ પણ વાંચો : અષ્ટમીના દિવસે સવા સોથી વધુ બાળાઓ અને બટુકનું પૂજન


અષ્ટમીનો હવન કરી નારિયેળ બીડૂ હોમી નવરાત્રિ પર્વનું સમાપન કરાયું

ચૈત્રી નવરાત્રિ સનાતન ધર્મનો વર્ષારંભ છે. જો કે, હાલમાં કોરોના મહામારીએ વિશ્વને પોતાના સકંજામાં લીધું છે. આ નવરાત્રિ દરમિયાન માતાજી પાસે પ્રાર્થના કરી છે કે, કોરોનાનો નાશ કરે. અષ્ટમીએ શિક્ષાની દેવી મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ અષ્ટમીનો હવન કરી નારિયેળ બીડૂ હોમી નવરાત્રિ પર્વનું સમાપન કરવામાં આવે છે. આ દિવસોમાં માતાજી દરેકને સુખ-શાંતિ આપે રોગમુક્ત રાખે પરિવારનું અને દેશનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. અનુષ્ઠાનમાં માતાજીનો બીજ મંત્ર બોલવામાં આવે છે.

અષ્ટમીનો હવન કરીને નવરાત્રિ પર્વનું સમાપન કરાયું
અષ્ટમીનો હવન કરીને નવરાત્રિ પર્વનું સમાપન કરાયું

ઘરે રહીને માતાજીની આરાધના અને ભગવાન રામની પૂજા અર્ચના કરવા અપીલ કરી

કોરોનાનો સંકટ હોવાથી અનુગ્રહ સિંઘાણીયાએ માતાજીની પૂજા અર્ચના માટે સ્થાપન કર્યું હતુ. પંરતુ લોકોને તેમના ઘરે રહીને માતાજીની આરાધના કરવા તેમજ રામ નવમીએ ભગવાન રામની પૂજા અર્ચના કરવા અપીલ કરી હતી. અષ્ટમીના હવનમાં પણ તેઓ પોતે હવન કરાવનાર બ્રાહ્મણ દેવતા એમ 2 વ્યક્તિઓએ જ બેસી હવનમાં નારિયેળ બીડૂ હોમી નવરાત્રિ પર્વનું સમાપન કર્યું હતું.

Last Updated :Apr 21, 2021, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.