ETV Bharat / state

વલસાડ: રાજ્યકક્ષાના પ્રધાન પાટકરે તડગામમાં વિકાસની કરી વાત, ગામ લોકોએ અપૂરતી ગ્રાન્ટના કર્યા આક્ષેપ

author img

By

Published : Sep 13, 2020, 3:32 PM IST

Minister
રાજ્યકક્ષાના પ્રધાન પાટકરે તડગામમાં વિકાસની વાતો કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને વન આદિજાતિ વિકાસના રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર એક સપ્તાહથી પોતાના મત વિસ્તારના ગામોમાં ગ્રામસભાઓ યોજી રહ્યા છે. ત્યારે તડગામ ગામે યોજાયેલી ગ્રામસભામાં ગામ લોકોએ વિકાસના કામોને લઈને અપૂરતી ગ્રાન્ટ અપાતી હોવાના આક્ષેપ કર્યા હતા.

ઉમરગામ: વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરે શુક્રવારે ઉમરગામ તાલુકાના તડગામ અને સરોન્ડા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજી સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગામ લોકોને આપી હતી. તેમજ તેમના શાસનકાળમાં વિકાસના જેટલા કામો થયા છે, તેની રૂપરેખા રજૂ કરી હતી.

Minister
રાજ્યકક્ષાના પ્રધાન પાટકરે તડગામમાં વિકાસની વાતો કરી

તડગામમાં વર્ષોથી સ્મશાનભૂમિ માટેનો રસ્તો અને અન્ય સમસ્યાઓને લઇને ઉગ્ર રજૂઆત ગામના માજી સરપંચ, ઉપસરપંચ અને તાલુકા સભ્યએ કરી હતી. જે બાદ સભા ગરમાઈ હતી. રમણલાલા પાટકરે સરોન્ડા ગ્રામપંચાયત ખાતે ઉપસ્થિત ગામ લોકોને સંબોધ્યા હતા. આ તબક્કે તેમણે તડગામ ગામમાં કરેલા વિકાસના કામોની ગાથા રજૂ કરી હતી.

Minister
રાજ્યકક્ષાના પ્રધાન પાટકરે તડગામમાં વિકાસની વાતો કરી

તડગામ ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ગામમાં ફળિયા મુજબ ગ્રાન્ટ મળે છે. પરંતુ વિકાસના કામો થતા નથી. તાલુકાનું મોટું રેવન્યુ ગામ છે, તેમ છતા તે ગામની સામે પ્રધાને પોતાના ગામને વધુ ગ્રાન્ટ ફાળવી છે. 9 વર્ષથી સ્મશાન ભૂમિનો રસ્તો નથી, ચોમાસામાં અનેક મુશ્કેલી પડે છે. ગ્રામસભા પહેલા ગામની સમસ્યા અંગે મહામંત્રીને આખું ગામ ફેરવ્યું હતું. પરંતુ, જ્યારે ગ્રામસભા યોજાઇ ત્યારે મહામંત્રીએ આમાંની એક પણ સમસ્યાનો ઉલ્લેખ પ્રધાન સમક્ષ કર્યો નથી.

રાજ્યકક્ષાના પ્રધાન પાટકરે તડગામમાં વિકાસની વાતો કરી

રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે તમામ આક્ષેપોને પાયાવિહોણા ઘણી ગામમાં 6.70 કરોડનો બ્રિઝ, 60 લાખનો નવો રસ્તો, 6.70 કરોડની દરિયાઈ ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલ, ગત વર્ષના દરિયાઈ તોફાન સામે 20 લાખની સહાય આપી છે. તેમણે વધુમાં કહ્યું કે, ગામમાં સ્મશાન બનાવ્યું છે. પરંતુ ગામના લોકોને ફળિયા મુજબ સ્મશાન જોઈએ છે, જે શક્ય નથી. એક ગામમાં એક જ સ્મશાન હોય ફળિયે ફળિયે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.